Site icon

સુશાંત સિંહ રાજપૂત સંબધીત ડ્રગ કેસમાં NCBની ચાર્જશીટમાં રિયા ચક્રવર્તી નું નામ આવ્યું સામે- તેના પર લાગ્યા અનેક ગંભીર આરોપો-અભિનેત્રી ને થઇ શકે છે આટલા વર્ષ ની જેલ

News Continuous Bureau | Mumbai 

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ દિવંગત બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે સંબંધિત ડ્રગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. NCBએ તેના ડ્રાફ્ટ આરોપોમાં દાવો કર્યો છે કે અભિનેત્રી રિયા ચક્રવર્તીને (Rhea chakraborty)તેના ભાઈ શૌવિક સહિત સહ-આરોપીઓ પાસેથી ગાંજાની ઘણી ડિલિવરી મળી હતી, જે સુશાંત સિંહ રાજપૂતને (Sushan singh rajput)આપવામાં આવી હતી.સેન્ટ્રલ એન્ટી ડ્રગ એજન્સીએ ગયા મહિને સ્પેશિયલ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ (NDPS) કોર્ટમાં 35 આરોપીઓ વિરુદ્ધ ડ્રાફ્ટ આરોપ (draft charge sheet)દાખલ કર્યા હતા. આ બાબતની બાકીની માહિતી મંગળવારે આપવામાં આવી હતી.આ હાઈપ્રોફાઈલ ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તી પર એવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે કે જો તે સાબિત થાય તો તેને 10 વર્ષથી વધુની જેલ થઈ શકે છે.

Join Our WhatsApp Community

ડ્રાફ્ટ આરોપો અનુસાર, તમામ આરોપીઓએ વર્ષ 2020 માં માર્ચ અને ડિસેમ્બર વચ્ચે એકબીજાને તેમજ "હાઈ સોસાયટી અને બોલિવૂડ" જૂથોમાં ડ્રગ્સની ખરીદી, વેચાણ અને વિતરણ કર્યું હતું. તેણે એમ પણ કહ્યું હતું કે આરોપીઓએ મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં(Mumbai metropolitan region) ડ્રગ્સની દાણચોરી કરી હતી. જેમાં ગાંજા, ચરસ, કોકેન અને અન્ય ઘણા નશાનો સમાવેશ થાય છે.ડ્રાફ્ટ આરોપોમાં, તેના પર NDPS એક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે, જેમાં કલમ 27 અને 27A (ગેરકાયદેસર ટ્રાફિકને ધિરાણ આપવો અને ગુનેગારોને આશ્રય આપવો), 28 (અપરાધ કરવાના પ્રયાસ માટે સજા), 29 (જે કોઈ ગુનાહિત કાવતરું કરવામાટે ઉશ્કેરે છે)નો સમાવેશ થાય છે.ડ્રાફ્ટ આરોપ જણાવે છે કે, “રિયા ચક્રવર્તીએ આરોપી સેમ્યુઅલ મિરાન્ડા, શૌવિક, દિપેશ સાવંત અને અન્ય લોકો પાસેથી ગાંજાની ઘણી ડિલિવરી(drugs delivery) લીધી હતી. તે ડિલિવરી દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને કરવામાં આવી હતી. તેણે શૌવિક અને દિવંગત અભિનેતાના કહેવાથી તે વર્ષે માર્ચ 2020 થી સપ્ટેમ્બર વચ્ચેની તે ડિલિવરી માટે ચૂકવણી પણ કરી હતી.ડ્રાફ્ટ મુજબ, રિયાનો ભાઈ શૌવિક ડ્રગ્સ પેડલર્સ સાથે સંપર્કમાં હતો અને તેની સાથેના કેટલાક આરોપીઓ પાસેથી ઘણી ડિલિવરી કરાવી હતી.

આ સમાચાર પણ વાંચો : સારા અલી ખાનના ડેટિંગ પ્રસ્તાવ પર વિજય દેવરાકોંડાએ આપી આ રીતે પ્રતિક્રિયા- કહી આટલી મોટી વાત

કોર્ટમાં ચાર્જશીટ પર હજુ ચર્ચા થવાની બાકી છે. જોકે, કોર્ટે પહેલા આરોપીઓની ડિસ્ચાર્જ (discharge)અરજી પર નિર્ણય લેવાનો રહેશે.જણાવી દઈએ કે 14 જૂન 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂતના આકસ્મિક નિધન બાદ આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને ત્યારબાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ની એન્ટ્રી થઈ હતી. આ કેસ માં રિયાની NCB દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તે લગભગ એક મહિના સુધી જેલમાં હતી.હાલમાં સુશાંતના મોતનો મામલો સીબીઆઈ(CBI)પાસે છે.

KBC 17: KBCના સેટ પર મનોજ બાજપેયીએ કેમ કહ્યું – ‘અમિતાભ બચ્ચને મારી જાન લઈ લીધી’? ફેન્સ આશ્ચર્યમાં!
Varanasi: રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’માં પૌરાણિક કથા અને ટાઈમ ટ્રાવેલનું મિશ્રણ, બજેટ જાણીને તમને પણ લાગશે ઝટકો!
Tiger Shroff: ટાઈગર શ્રોફની રામ માધવનીની સ્પિરિચ્યુઅલ એક્શન થ્રિલરમાં થઇ એન્ટ્રી, જાપાનમાં થશે શૂટિંગ
Pankaj Tripathi Daughter Debut : અભિનય ની દુનિયા માં વધુ એક સ્ટારકિડ ની એન્ટ્રી, પંકજ ત્રિપાઠી ની દીકરી કરશે આ પ્રોજેક્ટ થી ડેબ્યુ!
Exit mobile version