Site icon News Continuous Bureau | Mumbai

અલી ફઝલ અને રિચા ચઢ્ઢા 2022ના આ મહિનામાં કરી શકે છે લગ્ન; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 24 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

બોલિવૂડ એક્ટર અલી ફઝલ અને રિચા ચઢ્ઢા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. ચાહકો ગયા વર્ષથી બંનેના લગ્નની રાહ જોઈ રહ્યા છે. જો કે, કપલે કોરોના ને કારણે તેમના લગ્ન મુલતવી રાખ્યા હતા. પરંતુ હવે લેટેસ્ટ અપડેટ મુજબ બંને આવતા વર્ષે માર્ચમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.ગયા વર્ષે કોરોનાએ અભિનેત્રી રિચા ચઢ્ઢા અને અલી ફઝલના લગ્ન પર પાણી ફેરવી દીધું હતું. હવે મીડિયા અહેવાલ મુજબ, કપલ બે શહેરો મુંબઈ અને દિલ્હીમાં લગ્ન કરી શકે છે.

જો સ્ત્રોતનું માનીએ તો, ફક્ત પરિવાર અને નજીકના મિત્રો જ તેમાં હાજરી આપશે અને હાલમાં કપલ લગ્ન માટે શહેરોમાં વિવિધ સ્થળો પર નજર રાખી રહ્યું છે.આ સૂત્ર અનુસાર, રિચા ચઢ્ઢા અને અલી ફઝલના લગ્ન માટે માર્ચ મહિનો યોગ્ય લાગી રહ્યો છે. અભિનેતાના પ્રોજેક્ટ એપ્રિલથી શરૂ થવા જઈ રહ્યા છે અને તે હોલીવુડના કેટલાક પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યો છે. અત્યારે બંને તેની ચર્ચા કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે રિચા અને અલીના લગ્નની તારીખને લઈને ઘણી અટકળો ચાલી રહી છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ની માધવી ભીડે છે રિયલ લાઈફમાં પણ બિઝનેસવુમન, અથાણાં અને પાપડથી નહીં આ બિઝનેસ માંથી કમાય છે કરોડો રૂપિયા; જાણો વિગત

નોંધનીય છે કે રિચા ચઢ્ઢા અને અલી ફઝલ 2015થી રિલેશનશિપમાં છે અને ફિલ્મોમાં પણ સાથે કામ કરી ચૂક્યા છે. જોકે તેઓ 2013થી એકબીજાને ઓળખે છે. રિચા અને અલીએ 'ફુકરે' અને 'ફુકરે રિટર્ન્સ'માં કામ કર્યું છે અને તેઓએ 2017માં પોતાના સંબંધો વિશે બધાને જણાવ્યું હતું. ફિલ્મોની વાત કરીએ તો રિચા ચઢ્ઢાએ ફિલ્મ 'ઓયે લકી! લકી ઓયે. તેમજ, અલી પાસે ઘણી ફિલ્મો છે, જેમાં બનવારે, ફુકરે 3 અને હેપ્પી અબ ભાગ જાયેગીનો સમાવેશ થાય છે.

 

Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Salman Khan Bigg Boss Hosting આ અઠવાડિયે ‘બિગ બોસ’ હોસ્ટ નહીં કરે સલમાન ખાન આ અભિનેતા સંભાળશે ‘વીકેન્ડ કા વાર’ની કમાન…
Exit mobile version