Site icon

બીજી વખત કોરોનાનો શિકાર બની ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી ની આ પ્રખ્યાત અભિનેત્રી; જાણો હાલ કેવું છે તેનું સ્વાસ્થ્ય

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

ગુરુવાર

કોરોનાની ત્રીજી લહેર સમગ્ર ભારતમાં ઝડપથી ફેલાઈ રહી છે અને તેણે મનોરંજન ઉદ્યોગને પણ તેનો શિકાર બનાવ્યો છે. થોડા સમય પહેલા બિગ બોસ 14 ની વિનર રુબિના દિલાઈકે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરતા લખ્યું હતું કે તેને પણ કોરોના થઈ ગયો હતો પરંતુ હવે તે આ વાયરસથી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ છે.તમને જણાવી દઈએ કે, 8 મહિના પહેલા પણ રૂબીનાને કોરોના થયો હતો. તે દરમિયાન, તેણે લીધેલી દવાઓ પછી તેનું વજન પણ વધી ગયું હતું અને હવે તે તેની મુશ્કેલીઓમાં આગળ વધતા રાહતનો શ્વાસ લઈ રહી હતી, ત્યાં જ કોરોના એ બીજી વાર તેના પર હુમલો કર્યો છે. 

તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તસવીર શેર કરતાં રૂબીનાએ કેપ્શનમાં લખ્યું કે ત્રીજી લહેરે  ફરી એકવાર મારી તબિયત બગાડી છે પરંતુ આગળ વધવાની મારી જીદ ને તે હરાવી શકયો નહિ. કારણ કે હું હંમેશા મારા જીવનમાં નાની-નાની જીતની ઉજવણી કરું છું અને તેથી જ મારી આ આદત જીવનને સુંદર બનાવે છે." જો કે, આ પોસ્ટમાં જ તેના ચાહકોને એક ખાસ સંદેશ આપતા રૂબીનાએ લખ્યું છે કે તે હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ છે.જ્યારે રૂબીનાને બીજી લહેર  દરમિયાન પણ કોરોના થયો હતો, ત્યારે તેને શિમલામાં તેના માતાપિતાના ઘરે ક્વોરેન્ટાઇન કરવામાં આવી હતી. 

સંજય દત્તે કેન્સર સામેની લડાઈ પર કરી વાત, અભિનેતાએ જણાવ્યું કે કેવી રીતે તેણે આ બીમારીને હરાવી

ટીવી ઈન્ડસ્ટ્રીમાં કોરોનાના ત્રીજી લહેર ની અસર વિશે વાત કરીએ તો ઘણા પ્રખ્યાત કલાકારો આ બીમારીની ઝપેટમાં આવી ગયા છે. તાજેતરમાં નેહા પેંડસે, દૃષ્ટિ ધામી, પૂજા ગોર, શરદ મલ્હોત્રા, સુમોના ચક્રવર્તી, શિખા સિંહ, વરુણ સૂદ અને સનમ જોહરને કોરોના થયો છે. માત્ર કલાકારો જ નહીં પરંતુ તેમના બાળકો પણ આ બીમારીથી બચ્યા નથી. તાજેતરમાં જ મોહિત મલિકના પુત્ર ઇકબીર અને સુયશ કિશ્વરના પુત્ર નિર્વિર્યાને પણ કોરોના થયો હતો.

KRK Sent to Jail: ઓશિવારા ફાયરિંગ કેસમાં કેઆરકેની મુશ્કેલી વધી, મુંબઈ કોર્ટે જામીન નકારતા ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી
Adrija Roy Engagement: તમિલ રીતિ-રિવાજ મુજબ અદ્રિજા રોયની રિંગ સેરેમની; સોશિયલ મીડિયા પર વાયરલ થઈ સગાઈની સુંદર તસવીરો
Dhurandhar 2 Update: ‘ધુરંધર 2’ વિશે ફેલાયેલા પાકિસ્તાન કનેક્શનના દાવા ખોટા! મુંબઈમાં શૂટિંગની અસલી સત્યતા અને રણવીરની ફિલ્મની રિલીઝ ડેટ જાણી લો
O Romeo Song Out: ‘’આશિકોં કી કોલોની’ માં શાહિદના ડાન્સે લગાવી આગ, પણ દિશા પટનીના લુકે ફેન્સને કર્યા નિરાશ; સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ
Exit mobile version