Site icon

સૈફ અલી ખાન છે 5,000 કરોડની પ્રૉપર્ટીનો માલિક, પરંતુ તે આ પ્રૉપર્ટી ચાર બાળકોને નહીં વહેંચી શકે; આ છે કારણ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 27 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

બુધવાર

બૉલિવુડ ઍક્ટર સૈફ અલી ખાન પટૌડીનો નવાબ છે અને તેને બૉલિવુડનો નવાબ પણ કહેવામાં આવે છે. તે રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. અભિનેતાઓ એક વર્ષમાં ઘણી ફિલ્મો અને જાહેરાતો કરીને ઘણા પૈસા કમાય છે, પરંતુ તેમની પાસે તેમના પૂર્વજોની મિલકત પણ હોય છે. અહેવાલ અનુસાર સૈફ અલી ખાન પાસે હરિયાણામાં પટૌડી પૅલેસ અને ભોપાલમાં પૈતૃક સંપત્તિ સહિત 5,000 કરોડની સંપત્તિ છે, પરંતુ આમાં નવાઈની વાત એ છે કે આટલી મોટી પ્રૉપર્ટીનો માલિક હોવા છતાં સૈફ તે પોતાનાં બાળકોને આપી શકતો નથી.

વાસ્તવમાં તેની પાછળનું કારણ એ છે કે સૈફની તમામ પૈતૃક સંપત્તિ ભારત સરકારનો વિવાદાસ્પદ દુશ્મન વિવાદ અધિનિયમ (ઍનિમી ડિસ્પ્યુટ્સ ઍક્ટ) હેઠળ આવે છે અને જેમ કે કોઈ પણ વ્યક્તિ આવી મિલકતના વારસદાર હોવાનો દાવો કરી શકે નહીં. જો કોઈ વ્યક્તિ એનો વિરોધ કરે છે અને એને પોતાની મિલકત માને છે તો તેણે હાઈ કોર્ટનો સંપર્ક કરવો પડશે. જો હાઈ કોર્ટમાં પણ મામલો ન ચાલે તો તે વ્યક્તિ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. પરંતુ જો આ મામલો સુપ્રીમ કોર્ટમાં ન બને તો તેના પર નિર્ણય સંભળાવવાનો અધિકાર માત્ર દેશના રાષ્ટ્રપતિને જ છે.

આજે પણ માત્ર નામ પૂરતું છે, ડ્રગના વિવાદ છતાં શાહરુખ ખાન છે, 'કિંગ'; જાણો વિગત

તમને જણાવી દઈએ કે સૈફ અલી ખાનના પરદાદા, હમીદુલ્લા ખાન બ્રિટિશ શાસન દરમિયાન નવાબ હતા અને તેમણે ક્યારેય તેમની મિલકતો માટે વસિયતનામું કર્યું ન હતું. તેમને ડર હતો કે આ પ્રૉપર્ટીના કારણે પરિવારમાં વિવાદ ઊભો થઈ શકે છે. સૈફ અલી ખાનના પિતા મનસૂર અલી ખાન પટૌડી પરિવારના નવમા નવાબ હતા, જેઓ એક પ્રખ્યાત ક્રિકેટર પણ હતા અને માતા શર્મિલા ટાગોર છે. સૈફે પહેલા અમૃતા સિંહ સાથે લગ્ન કર્યાં હતાં. બાદમાં તેઓએ છૂટાછેડા લીધાં હતાં. આ લગ્નથી તેને સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન નામનાં બે બાળકો છે. આ ઉપરાંત તેણે કરીના કપૂર સાથે બીજી વખત લગ્ન કર્યાં હતાં. કરીના સાથે લગ્ન કર્યા પછી, સૈફ વધુ બે પુત્રો તૈમૂર અને જહાંગીરનો પિતા બન્યો છે.

Rashmika and Vijay: ‘ધ ગર્લફ્રેન્ડ’ના સફળતા કાર્યક્રમમાં રશ્મિકા સાથે વિજય દેવરકોન્ડા એ કર્યું એવું કામ કે, વીડિયો થયો વાયરલ
Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
Exit mobile version