Site icon

લાગે છે સલમાનને અને વાઈલ્ડલાઈફ ને કંઈ જામતું નથી. કાળીયારોને મારનાર સલમાન ખાનને સાપ કરડ્યો; જાણો તેની તબિયત વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 27 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

સોમવાર

 

બોલિવૂડ સ્ટાર સલમાન ખાન પોતાના 56માં જન્મદિવસના એક દિવસ પહેલા જ અકસ્માતનો શિકાર બન્યો હતો. સમાચાર આવ્યા કે તેને સાપ કરડ્યો છે. જે બાદ સલમાન ખાનને નવી મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમના પનવેલ ફાર્મ હાઉસ પર સાપે હુમલો કર્યો હતો. જો કે, સારા સમાચાર એ છે કે અભિનેતા સ્વસ્થ થઈ ગયો છે અને ઘરે પાછો ફર્યો છે. જે બાદ તેના પિતા સલીમ ખાને એક ઈન્ટરવ્યુમાં આ ઘટના વિશે વાત કરી છે.

સલમાન ખાનના પિતા સલીમ ખાને તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેના ચાહકોને ખાતરી આપી હતી કે અભિનેતા હવે 'સંપૂર્ણ રીતે ઠીક' છે. મીડિયા સાથે વાત કરતાં તેણે કહ્યું, 'સલમાન ઠીક છે. ચિંતા કરવા જેવું કંઈ નથી. આ બધું વહેલી સવારે થયું હતું, પરંતુ હવે તે ઠીક છે. આ સાપ ઝેરી ન હતો અને જંગલની આસપાસ આ જીવો હોવા એ સામાન્ય બાબત છે. ડોક્ટરે કેટલીક દવાઓ લખી આપી છે. પરંતુ તે સંપૂર્ણપણે ઠીક છે.

સલમાન અને શાહરુખ ખાન એક સાથે મચાવશે ધૂમ , 'ટાઈગર 3'માં આ ભૂમિકા ભજવશે કિંગ ખાન ;જાણો વિગત

આજે સલમાન તેનો 56મો જન્મદિવસ ઉજવશે. સામાન્ય રીતે તે તેના આ  દિવસો તેના પરિવાર સાથે ઉજવે છે. જોકે આ પહેલા તેણે પોતાનો જન્મદિવસ 'RRR' ટીમ સાથે સેલિબ્રેટ કર્યો હતો. રામ ચરણ, જુનિયર એનટીઆર, આલિયા ભટ્ટ અને દિગ્દર્શક એસએસ રાજામૌલી 'બિગ બોસ 15'ના સેટ પર હાજર રહ્યા હતા. આલિયાએ 'વીકેન્ડ કા વાર' કાર્યક્રમની શરૂઆત સલમાન માટે ગીત ગાઈને કરી હતી.

Yeh Rishta Kya Kehlata Hai: ૧૬ વર્ષથી રાજ કરતો શો ‘યે રિશ્તા…’ ઓફ-એર થવાના આરે? જાણો શું છે ચેનલનો નવો પ્લાન
Sabeer Bhatia Review Dhurandhar: સબીર ભાટિયાનો ‘ધુરંધર’ પર આકરો પ્રહાર: ‘ક્રિએટિવિટીના નામે માત્ર દેખાડો’, નવી પેઢી પર ફિલ્મની અસરને લઈને વ્યક્ત કરી ચિંતા
Ranveer Allahbadia New House Mumbai: ઝીરોથી કરોડો સુધીની સફર: રણવીર અલ્હાબાદિયાએ મુંબઈમાં ખરીદ્યું લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ; યુટ્યુબ કિંગની નેટવર્થ જોઈ આંખો પહોળી થઈ જશે
Kalki 2898 AD Sequel: બે મહાનાયકોનું મિલન! ‘કલ્કી 2’ના સેટ પર અમિતાભ બચ્ચન અને કમલ હાસનની જુગલબંધી; ફોટા જોઈ ચાહકોમાં ભારે ઉત્સાહ
Exit mobile version