Site icon

સલમાન ખાને બાંદ્રા સ્થિત પોતાનો ફ્લેટ આપ્યો ભાડે, જાણો દર મહિને અભિનેતા ને કેટલું ભાડું મળશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 17 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

બોલિવૂડ એક્ટર સલમાન ખાને મુંબઈમાં પોતાનો એપાર્ટમેન્ટ ભાડે આપ્યો  છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફ્લેટ બાંદ્રા વેસ્ટના શિવ અસ્થાન હાઇટ્સમાં છે.સલમાન ખાને આ ફ્લેટ 95,000 રૂપિયા પ્રતિ મહિનાના ભાડા પર આપ્યો છે. આ ફ્લેટ શિવ અસ્થાન હાઇટ્સના 14મા માળે છે અને 758 ચોરસ યાર્ડનો વિસ્તાર ધરાવે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફ્લેટનો કરાર 6 ડિસેમ્બરે ભાડા માટે થયો છે. અભિનેતા સલમાન ખાને આ ફ્લેટનો કરાર 33 મહિના માટે કર્યો છે. ભાડુઆતે તેની પાસે 2.85 લાખ રૂપિયાની ડિપોઝીટની રકમ પણ જમા કરાવી છે. ઉલ્લેખનીય છે કે, અભિનેતા સલમાન ખાનની મુંબઈમાં ઘણી મિલકતો છે.અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે સલમાને બાંદ્રામાં સલમાન ખાન વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ હેઠળ 8.25 લાખ રૂપિયા પ્રતિ માસના ભાવે ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ભાડે લીધું છે.

સલમાન-રણબીરે વિકી-કેટરિનાને લગ્નમાં આપી કરોડોની ગિફ્ટ, જાણો અન્ય સેલેબ્સે શું આપ્યું

આ ફ્લેટ મકબા હાઇટ્સના 17મા અને 18મા માળે છે. રિપોર્ટ્સ અનુસાર, આ ફ્લેટના માલિક બાબા સિદ્દીકી અને જીશાન સિદ્દીકી છે.ફ્લેટનો કરાર આ વર્ષની શરૂઆતમાં જ રિન્યુ કરવામાં આવ્યો હતો. સલમાન ખાન હાલમાં બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહે છે.અગાઉ મહેશ માંજરેકરે ખુલાસો કર્યો હતો કે સલમાન તેના એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં એક BHK ઘરમાં રહે છે. તેણે પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જ્યારે તે સલમાનના ઘરે જાય છે ત્યારે તે ડ્રોઈંગ રૂમમાં સોફા પર સૂતો હોય છે.તેણે કહ્યું હતું, "ક્યારેક મને ખરેખર એવું લાગે છે કે આ માણસની પાછળ… ઘણી સફળતા છે… મોટી સફળતા… તેની પાછળનો માણસ સામાન્ય મધ્યમ વર્ગનો માણસ છે ."

 

Ajey: The Untold Story of a Yogi: યોગી આદિત્યનાથની બાયોપિક ‘અજેય’ પર વિવાદ, આ દેશો માં બેન થઇ ફિલ્મ
Aishwarya-Abhishek Divorce Rumours: એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક ના છૂટાછેડા ની સાથે સાથે ઐશ્વર્યા કેમ તેની માતા ને ઘરે રહે છે તે અંગે પણ પ્રહલાદ કક્કડ એ કર્યો ખુલાસો
Anupama Twist: ‘અનુપમા’માં આવશે ભાવનાત્મક વળાંક, દેવિકા ની હકીકત આ રીતે આવશે અનુ ની સામે
Cocktail 2 : ‘કોકટેલ 2’ના સેટ પરથી શાહિદ, કૃતિ અને રશ્મિકા ના લૂક્સ થયા વાયરલ, જુઓ BTS તસવીરો
Exit mobile version