Site icon

નેપોટિઝમ નો બાદશાહ કરણ જોહર વધુ એક સ્ટાર કિડ ને લોન્ચ કરવાની કરી રહ્યો છે તૈયારી-આ વખતે રોમેન્ટિક નહિ પરંતુ એક્શન ડ્રામા હશે ફિલ્મ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન આ દિવસોમાં પોતાના કમબેકની (Shahrukh Khan come back)તૈયારીમાં વ્યસ્ત છે. સુપરસ્ટાર શાહરૂખ ખાન પાસે 3 મોટી ફિલ્મો હાથમાં છે. જેના દ્વારા કિંગ ખાન બોક્સ ઓફિસના તમામ સમીકરણો હલાવવા જઈ રહ્યો છે. આ સાથે સુપરસ્ટાર શાહરૂખ ખાનના બાળકો પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. સુપરસ્ટાર શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન ફિલ્મ (Suhana Khan bollywood debut)નિર્માતા ઝોયા અખ્તરની ફિલ્મ આર્ચીઝથી ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. હવે ચર્ચા છે કે સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન (Aryan Khan)પણ ડ્રગ્સ કેસની ચુંગાલમાંથી બહાર આવ્યા બાદ પોતાની ફિલ્મ ડેબ્યુની(debut) તૈયારી કરી રહ્યો છે.

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બોલિવૂડના સૌથી મોટા ફિલ્મમેકર કરણ જોહરે (Karan Johar)આર્યન ખાનની આગામી ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે. ઈન્ડસ્ટ્રીની અંદર ચાલી રહેલી બઝ મુજબ, કરણ જોહર પોતે તેના બેસ્ટ ફ્રેન્ડ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના મેગા બોલિવૂડ ડેબ્યૂ (mega bollywood debut)કરવાની તૈયારી કરી રહ્યો છે. એવું સાંભળવામાં આવ્યું છે કે આ એક સ્મોકી એક્શન ડ્રામા(action drama film) ફિલ્મ હશે. જેનું દિગ્દર્શન કરણ જોહર પોતે કરવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, આ માહિતી ચોક્કસપણે શાહરૂખ ખાનના ચાહકોને ખુશી આપનારી છે. જોકે, આ માત્ર સમાચાર છે. અમે આ અહેવાલોની સત્તાવાર પુષ્ટિની રાહ જોઈ રહ્યા છીએ.

આ સમાચાર પણ વાંચો : સિક્વલ ની હોડ વચ્ચે શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી ના પ્રિક્વલ ની થઇ જાહેરાત- આ મહિનાથી શૂટિંગ થશે શરૂ

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે સુપરસ્ટાર શાહરૂખ ખાનના(Shahrukh Khan son) પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં એનસીબી(NCB) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ આર્યન ખાનને લગભગ 1 મહિના જેલમાં રહેવું પડ્યું હતું. આ લાંબા ટ્રાયલ બાદ આખરે કોર્ટે આર્યન ખાનને આ કેસમાં નિર્દોષ જાહેર કર્યો હતો. જે બાદ હાલમાં જ આર્યન ખાનને પણ NCB તરફથી ક્લીનચીટ મળી છે.

Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
Amitabh Bachchan: યારીની મિસાલ! ધર્મેન્દ્રને મળવા અમિતાભ બચ્ચન ઘરે પહોંચ્યા, ૮૩ વર્ષની ઉંમરે પોતે ડ્રાઇવિંગ કરતા દેખાયા!
Exit mobile version