Site icon News Continuous Bureau | Mumbai

શાહરૂખ ખાનને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત-આ કારણે અભિનેતા વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો હતો કેસ 

shah rukh khan revelas how much fees he get for pathaan in ask srk session

'તમે પઠાણ માટે કેટલી ફી લીધી?' કિંગ ખાને આપ્યો આ સવાલનો રસપ્રદ જવાબ

News Continuous Bureau | Mumbai

સોમવારે સુપ્રીમ કોર્ટે(Supreme Court) બોલિવૂડના બાદશાહ(King of Bollywood) શાહરૂખ ખાનને(Shah Rukh Khan) ક્રિમિનલ કેસમાં(criminal case)  મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના(Gujarat High Court) નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરી દીધો છે. વર્ષ 2017માં એક ફિલ્મના પ્રમોશન(Promotion of the film) દરમિયાન બનેલી ઘટના બાદ અભિનેતા વિરુદ્ધ આ કેસ નોંધવામાં આવ્યો હતો.ગુજરાત હાઈકોર્ટે આ વર્ષે એપ્રિલમાં આ મામલે સુનાવણી કરતી વખતે ફોજદારી કેસને ફગાવી દીધો હતો અને હવે શાહરુખ ના કેસ માં રાહત આપતા સુપ્રીમ કોર્ટની બેન્ચે આ મામલે ગુજરાત હાઈકોર્ટના આદેશમાં દખલ કરવાનું ટાળ્યું છે. 

Join Our WhatsApp Channel

તમને જણાવી દઈએ કે આ મામલો વર્ષ 2017માં આવેલી ફિલ્મ ‘રઈસ(raees)’ દરમિયાનનો છે, જ્યારે શાહરૂખ ખાને પોતાની ફિલ્મના પ્રમોશન માટે મુંબઈથી દિલ્હી માટે સંપૂર્ણ રીતે ટ્રેન બુક કરાવી હતી, પરંતુ દિલ્હી પહોંચતા પહેલા જ વડોદરા સ્ટેશન(Vadodara Station) પર ભાગદોડ થઇ ગઈ હતી. આ ઘટના પછી ત્યાંના સ્થાનીય નેતા એ અભિનેતા વિરુદ્ધ અવિશ્વાસનો કેસ (Antitrust case) દાખલ કર્યો હતો, જેમાં તેમણે વડોદરા કોર્ટમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે શાહરૂખે ફિલ્મના નામ સાથેનું ટી-શર્ટ અને અન્ય પ્રમોશનલ સામગ્રી ભીડ તરફ ફેંકી હતી. જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. શાહરૂખ ખાને વડોદરા કોર્ટમાંથી જારી કરાયેલા સમન્સને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આ વર્ષે એપ્રિલમાં હાઈકોર્ટે આ કેસને રદ કર્યો હતો.હાઈકોર્ટના આદેશ સામે સ્થાનીય નેતા સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટમાં તેમની અપીલ ફગાવી દીધી હતી.

આ સમાચાર પણ વાંચો :  શું આર્થિક રીતે પગભર નથી અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા- પોતાના બે બાળકો ને લઇ ને કહી આ વાત 

શાહરૂખ ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તે લાંબા સમય પછી, ‘બ્રહ્માસ્ત્ર’ સાથે મોટા પડદા પર પાછો ફર્યો છે. આ ફિલ્મમાં તેણે કેમિયો કર્યો હતો, પરંતુ તે આવતા વર્ષે ફિલ્મ ‘પઠાણ’માં લીડ એક્ટર તરીકે વાપસી કરશે. ‘પઠાણ’ શાહરૂખ ખાનને દેશભક્તિથી પ્રેરિત પાત્રમાં જોશે, જે પોતાના દેશની સેવા કરવા માટે પોતાનું જીવન આપી દે છે.

 

Ravi Dubey Ramayanam Laxman Poster ‘રવિ દુબેને ઓસ્કર મળશે’ ફિલ્મ ‘રામાયણમ્’માંથી લક્ષ્મણનો દમદાર ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ, ફેન્સ થયા ક્રેઝી
Actor Imran Khan Bombay High Court ‘હું નોકરી શોધી રહ્યો છું’ અભિનેતા ઇમરાન ખાનને બોમ્બે હાઈકોર્ટના આકરા વેણ, SIR આંદોલનમાં જોડાવા બદલ માફી માંગવા આદેશ
Nora Fatehi Sukesh Chandrashekhar Case ‘કોર્ટને હળવાશથી ન લો’ સુકેશ ચંદ્રશેખર ₹૨૦૦ કરોડ એક્સટોર્શન કેસમાં હાજર ન થતાં નોરા ફતેહીને અદાલતની કડક ફટકાર
Ramayana Advance Booking રિલીઝ પહેલાં જ ‘રામાયણ’ની બોક્સ ઓફિસ પર સુનામી એડવાન્સ બુકિંગમાં ₹૭૫ કરોડ પાર, ‘એનિમલ’ અને ‘KGF 2’ના રેકોર્ડ તોડ્યા
Exit mobile version