Site icon News Continuous Bureau | Mumbai

એક્શન પર રિએક્શન- નવા તારક મહેતાની એન્ટ્રી પર શૈલેષ લોઢાએ કર્યો કટાક્ષ- પોતાના અંદાજમાં કહી આ વાત 

News Continuous Bureau | Mumbai

ટેલિવિઝન જગત(Television world) નો સૌથી લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’Taarak Mehta Ka Ooltah Chashma) આજકાલ પોતાના લીડ કેરેક્ટર 'તારક મહેતા'(Tarak Mehta) ને લઈને ચર્ચામાં છે. શૈલેશ લોઢા(Shailesh Lodha) નાં શો છોડ્યા બાદ હવે તારક મહેતાનું પાત્ર અભિનેતા સચિન શ્રોફ(Sachin Shroff) નિભાવશે. શોનો નવો પ્રોમો પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સચિન 'તારક મહેતા'નાં રૂપમાં જોવા મળે છે. સચિનની એન્ટ્રી પર લોકોનો મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન શોના જુના તારક મહેતા એટલે કે શૈલેશ લોઢાએ પણ સોશિયલ મીડિયા પર એક વ્યંગ પોસ્ટ લખી છે. 

Join Our WhatsApp Channel

 

આ પોસ્ટના માધ્યમથી શૈલેશ લોઢા(Shailesh Lodha) એ ઇશારામાં જ ઘણું કહ્યું છે. જોકે, એક્ટરે કોઈનું નામ લીધું નથી. પણ હાલના સમયને ધ્યાનમાં રાખતા સોશિયલ મીડિયા યુઝર્સનું માનવું છે કે આ કટાક્ષ ક્યાંકને ક્યાંક તારક મહેતા કા ઉલટા ચશ્માં શોનાં પ્રોડ્યુસર અસિત મોદી(TMKOC Producer Asit Kumar Modi)  પર જ કરવામાં આવ્યો છે. અભિનેતા શૈલેશે પોસ્ટ સાથે પોતાનો હસતો ફોટો પણ શેર કર્યો છે. કેપ્શનમાં લખ્યું છે કે – આજના માણસ પર એક ફ્રેશ વ્યંગ્ય કવિતા. 

 આ સમાચાર પણ વાંચો : ઉતાવળ ભારે પડી- ચાલતી ગાડી પકડવાના ચક્કરમાં મહિલા ટ્રેન – પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ- પછી જે થયું એ વીડિયો જોઈને ચોંકી જશો

મીડિયા રિપોર્ટ્સ મુજબ શોના મુખ્ય અભિનેતા શૈલેષ લોઢાએ નિર્માતા અસીત મોદી(Asit Modi)  સાથેના વિવાદને કારણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને અલવિદા(quite the show) કહી દીધું હતું. શૈલેષના અચાનક શો છોડવાથી દર્શકો ખૂબ જ નારાજ થયા હતા અને સાથે જ શોની ટીઆરપી(TRP)  પર પણ તેની ખરાબ અસર પડી છે.

Ramayana First Song Jai Jai Ram Out ‘રામાયણ’નું પહેલું ગીત ‘જય જય રામ’ રિલીઝ રણબીર કપૂરસાંઈ પલ્લવીના અંદાજે જીત્યા દિલ, ચાહકોમાં ભારે ઉત્સાહ
Parineeti Chopra OTT Debut ‘શક’ નું ટ્રેલર રિલીઝ, પરિણીતિ ચોપરાએ કહ્યું આ ઓટીટી પર મારા દીકરાનું પણ ડેબ્યૂ છે, આખો પરિવાર સેટ પર પહોંચ્યો હતો
Rise and Fall Season 2 ‘રાઈઝ એન્ડ ફોલ સિઝન ૨’ થી વીરેન્દ્ર સહવાગની નવી પારી, આટલા સેલિબ્રિટીઝ વચ્ચે થશે પાવર અને પૈસાની જંગ
Madhubala Classic Song History ૬૧ વર્ષ જૂનું આ ક્લાસિકલ ગીત ગુજરાતી પ્લે માટે રચાયું હતું, જેને લતા મંગેશકરે અવાજ આપી અમર બનાવ્યું
Exit mobile version