Site icon

ધીરજ ધૂપર બાદ હવે આ અભિનેતા ભજવશે કરણ લુથરા નું પાત્ર-ટૂંક સમયમાં શોમાં થશે નવી એન્ટ્રી

 News Continuous Bureau | Mumbai 

ટીવીનો પાવરફુલ શો 'કુંડલી ભાગ્ય'(Kundali Bhagya) આ દિવસોમાં ઘણો ધૂમ મચાવી રહ્યો છે. ઋષભ એટલે કે મનિત જૌરા(Manit Jora) શોમાં પરત ફર્યો છે, જેને કારણે ચાહકોની ઉત્તેજના પણ વધી ગઈ છે. પરંતુ જ્યારે મનિત જૌરા કુંડળી ભાગ્યમાં પાછા ફર્યા છે, ત્યારે ધીરજ ધૂપરે શો (Dheeraj Dhoopar quit the show)છોડવાનો નિર્ણય લીધો છે. ધીરજ ધૂપરે 'કુંડલી ભાગ્ય'માં કરણ લુથરાનું(Karan Luthra)પાત્ર ભજવ્યું હતું પરંતુ હવે તેણે નવી તકોની શોધમાં શો છોડવાનો નિર્ણય કર્યો છે. આવી સ્થિતિમાં, ચાહકો એ જાણવા માટે ઉત્સુક હતા કે તેના ગયા પછી શોમાં કરણ લુથરાનું પાત્ર કોણ ભજવશે.

Join Our WhatsApp Community

પરંતુ હવે એવું માનવામાં આવે છે કે કુંડળી ભાગ્યના નિર્માતાઓને તેમનો નવો કરણ લુથરા મળી ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતા શક્તિ અરોરા(Shakti Arora replace Dheeraj Dhoopar) 'કુંડલી ભાગ્ય'માં ધીરજ ધૂપરને રિપ્લેસ કરી શકે છે. જો કે તે શોમાં 'કરણ લુથરા'નું પાત્ર ભજવશે કે નવા પાત્ર તરીકે પ્રવેશ કરશે, તે હજુ જાહેર થયું નથી.કુંડળી ભાગ્ય સાથે સંકળાયેલા એક સૂત્રએ આ સંદર્ભમાં જણાવ્યું હતું કે, "ધીરજે આગળ વધવાનું નક્કી કર્યું છે. અમે તેને ભવિષ્યની બાબતો માટે શુભેચ્છા પાઠવીએ છીએ. શક્તિને (Shakti Arora)અમારી સાથે રાખીને અમે ખુશ છીએ, કારણ કે તે શોમાં હીરોની ભૂમિકા ભજવશે. અમે આ ફેરફારને મેચ કરવા માટે સ્ટોરી લાઇન પર પણ કામ કરી રહ્યા છીએ." તમને જણાવી દઈએ કે શક્તિ અરોરા 'મેરી આશિકી તુમસે હી'માં રણવીર ના રોલ માટે જાણીતો છે.

આ સમાચાર પણ વાંચો : KKના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો- આ રીતે બચાવી શકાયો હોત સિંગરનો જીવ

શક્તિ અરોરા છેલ્લે 'સિલસિલા બદલતે રિશ્તો કા'માં (Silsila badalte rishton ka) જોવા મળ્યો હતો. તે 'કુંડલી ભાગ્ય' દ્વારા લગભગ 3 વર્ષ પછી નાના પડદા પર પરત ફરશે. બીજી તરફ ધીરજ ધૂપરની(Dheeraj Dhoopar) વાત કરીએ તો એક્ટર છેલ્લા પાંચ વર્ષથી 'કુંડલી ભાગ્ય’ માં જોવા મળે છે. આ પહેલા તેણે 'સસુરાલ સિમર કા'માં પ્રેમ બનીને લોકોના દિલ જીતી લીધા હતા.

Disha Patni: દિશા પટણીના પિતાએ કેવી રીતે બચાવ્યો જીવ? સંભળાવી ઘર પર થયેલી ફાયરિંગની નજરે જોયેલી ઘટના
Smriti Irani : સેલિબ્રિટી હોવાના નુકસાન વિશે સ્મૃતિ ઈરાની એ કર્યો ખુલાસો, સોહા અલી ખાનના પોડકાસ્ટમાં કરી દિલ ખોલી ને વાત
Farah Khan Cook: ફરાહ ખાનના કુક દિલીપની કમાણીમાં થયો મોટો ફેરફાર, પહેલા કમાતા હતા માત્ર આટલા રૂપિયા
Naagin 7: શું નાગિન 7 માટે ફાઈનલ થઈ ગઈ નવી નાગિન? એકતા કપૂરની પસંદ બની બિગ બોસ ફેમ આ અભિનેત્રી
Exit mobile version