Site icon

‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’ ફિલ્મમાં શશી કપૂરની હીરોઇન બનવા ઝીનત અમાને કંઈક એવું કર્યું કે રાજ કપૂર ચોંકી ગયા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 28 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

 

હિન્દી સિનેમાની સૌથી સુંદર અને સ્ટાઇલિશ અભિનેત્રીઓમાંની એક ઝીનત અમાનની ફિલ્મ કારકિર્દી ગ્લૅમર અને પડકારરૂપ ભૂમિકાઓનું સંપૂર્ણ સંતુલન છે. જ્યારે ઝીનતે તેની ફિલ્મો અને પાત્રો દ્વારા હિન્દી સિનેમાની નાયિકાને ગ્લૅમરની નવી વ્યાખ્યા આપી હતી, ત્યારે તેણે કેટલીક  અત્યંત પડકારજનક ભૂમિકાઓ ભજવીને અભિનયની નવી ઊંચાઈઓને સ્પર્શી હતી. સિત્તેર અને એંસીના દાયકા દરમિયાન ઝીનતે સુંદરતા, શૈલી અને અભિનયનો એક માપદંડ સ્થાપિત કર્યો, જે પછીની ઘણી અભિનેત્રીઓએ એને અનુસર્યો. ઝીનતે તેના સમયના તમામ ટોચના કલાકારો સાથે ઘણી યાદગાર ફિલ્મો આપી છે, પરંતુ જે ફિલ્મ માટે તેને આજે પણ યાદ કરવામાં આવે છે એ છે રાજ કપૂરની સત્યમ્ શિવમ્ સુંદરમ્’. ફિલ્મમાં રૂપાના રોલ માટે તેને કાસ્ટ કરવા પાછળ પણ એક રસપ્રદ વાર્તા છે.

વર્ષ 1978માં રિલીઝ થયેલી  સત્યમ્ શિવમ્ સુંદરમ્’, આંતરિક અને બાહ્ય સુંદરતા વચ્ચેના તફાવતનો ખૂબ જ સુંદર સંદેશ આપે છે. રૂપાનો મધુર અવાજ સાંભળીને હીરોને લાગે છે કે તે જોવામાં પણ એટલી જ સુંદર હશે અને તે તેની કલ્પનાને વાસ્તવિકતા માનીને તેના પ્રેમમાં પડે છે, પરંતુ હીરો જ્યારે રૂપાનું રૂપ જુએ છે ત્યારે તેને મોટો આંચકો લાગે છે. રૂપાના ચહેરા પર દાઝેલાનો ડાઘ છે. આ પાત્રની કહાણી ઝીનતે પોતે ટીવી શો 'માય લાઇફ માય સ્ટોરી' દરમિયાન કહી હતી.

ઝીનત અને રાજ કપૂર એકસાથે 'વકીલ બાબુ'નું શૂટિંગ કરી રહ્યાં હતાં. દરમિયાન રાજ કપૂરે ઝીનતને રૂપાના પાત્ર વિશે જણાવ્યું. રાજ કપૂર રૂપાના પાત્રને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા. આવી સ્થિતિમાં ઝીનતને પણ લાગ્યું કે તેણે આ ફિલ્મ કરવી પડશે. 'વકીલ બાબુ'નું શૂટિંગ પૂરું થયા પછી ઝીનતે રૂપા બનવાનું નક્કી કર્યું. તેણે ઘાઘરા-ચોળી પહેરી હતી અને એક ગાલ પર ટિશ્યૂ પેપર મૂક્યું હતું, જેથી દાઝેલાનાં નિશાન દેખાય. આ ગેટઅપમાં તે રાજ કપૂરને મળવા તેની ઑફિસે પહોંચી હતી. એ સમયની સૌથી પ્રખ્યાત હસ્તીઓમાંની એક ઝીનતને ઓળખી ન શક્યા. તેને દરવાજે અટકાવવામાં આવી, જ્યારે તેમને તેની ઓળખ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, "રાજસાહેબને કહો કે રૂપા આવી છે." રાજ કપૂર ઝીનતને જોઈને દંગ રહી ગયા અને તેને 'સત્યમ્ શિવમ્ સુંદરમ્' માટે સાઇન કરી લીધી, પરંતુ આ માટે ઝીનતને ચેક ન અપાયો, પરંતુ ખુશીથી સોનાના સિક્કા આપ્યા. ખાસ વાત એ છે કે આ ફિલ્મથી ઝીનત હિન્દી સિનેમામાં ગ્લૅમરસ હીરોઈન તરીકે સ્થાપિત થઈ ગઈ હતી, પરંતુ ઝીનતે જોખમ ઉઠાવ્યું અને સફળ થઈ.

આ બૉલિવુડ સ્ટાર્સના ઘરે આવે છે અધધધ આટલું વીજળીનું બિલ; રકમ જાણી ને ચોંકી જશો

ઝીનત અમાનનો જન્મ 19 નવેમ્બર, 1951ના રોજ થયો હતો. તેના પિતા અમાનુલ્લા એક જાણીતા સ્ક્રિપ્ટ રાઇટર હતા, જેમણે મુગલ-એ-આઝમઅને પાકીઝાજેવી ફિલ્મો લખી હતી. ફેમિના મિસ ઇન્ડિયા એશિયા પૅસિફિક જીત્યા બાદ 1970માં ઝીનતને મિસ એશિયા પૅસિફિકનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. તેની ફિલ્મની શરૂઆત લેમ્બર્ટો વી એવેલાના દ્વારા નિર્દેશિત ઇન્ડો-ફિલિપિનોની ફિલ્મ ધ એવિલ વિથિનથી થઈ હતી. આ ફિલ્મમાં દેવ આનંદ, પ્રેમ નાથ અને એમબી શેટ્ટી જેવા ભારતીય કલાકારોએ વિવિધ ભૂમિકાઓ ભજવી હતી. હિન્દી સિનેમામાં તેનો મોટો બ્રેક 1971ની ફિલ્મ હરે રામા હરે કૃષ્ણહતો, જે દેવ આનંદ દ્વારા લખાયેલી, નિર્મિત અને દિગ્દર્શિત હતી. આ ફિલ્મમાં તે લીડ રોલમાં હતી. આ ફિલ્મમાં ઝીનતે દેવની બહેનની ભૂમિકા ભજવી હતી. ઝીનતે બાદમાં અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, મનોજકુમાર, રાજેશ ખન્ના, શશી કપૂર, ફિરોઝ ખાન, સંજય ખાન જેવા કલાકારો સાથે હિટ ફિલ્મો આપી. ઝીનત તેના યુગની ટોચની નાયિકાઓમાંની એક હતી અને તેની ગણતરી સૌથી વધુ કમાણી કરતી નાયિકાઓમાં થતી હતી. 

Twinkle Khanna: આ બીમારી થી પીડાઈ રહી છે ટ્વિંકલ ખન્ના, અભિનેત્રી એ કર્યો ખુલાસો
Vijay Varma Struggle: સિમ કાર્ડથી સિલ્વર સ્ક્રીન સુધી,વિજય વર્માનો જીવનસંઘર્ષ, જાણો અભિનેતા બનવા માટે તેણે કેટલી મહેનત કરી
Bhavya Gandhi TMKOC: શું ખરેખર ‘તારક મહેતા’માં વાપસી કરી રહ્યો છે જૂનો ટપ્પુ? ભવ્ય ગાંધી એ જણાવી હકીકત
De De Pyaar De 2: ‘દે દે પ્યાર દે 2’ સામે છે 3 મોટાં ચેલેન્જ, જે 6 વર્ષ પહેલા અજય દેવગન એ જ ઊભાં કર્યા
Exit mobile version