Site icon

મોટા પડદા પર ધમાલ મચાવવા તૈયાર શહનાઝ ગિલ, સલમાન ખાનની આ ફિલ્મથી કરવા જઈ રહી છે બોલિવૂડમાં ડેબ્યૂ!

News Continuous Bureau | Mumbai

શહનાઝ ગિલના(Shehnaaz Gill)  સ્ટાર્સ આ દિવસોમાં ઊંચાઈઓ પર છે. બિગ બોસ(Bigg boss) બાદ અભિનેત્રીને એક પછી એક મોટી ઓફર મળી રહી છે. તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે તે કંગના રનૌતના (Kangana ranaut) શો લોકઅપમાં (lock-upp) જેલર તરીકે જોવા મળી શકે છે. આ દરમિયાન તેના ચાહકો માટે વધુ એક સારા સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શહનાઝના (Shehnaaz Gill bollywood debut) હાથમાં એક મોટી ફિલ્મ છે. આ ફિલ્મ બીજા કોઈની નહીં પણ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર સલમાન ખાનની (Salman Khan) છે. મળતી માહિતી મુજબ, શહનાઝ કભી ઈદ કભી દિવાળી (Kabhi Eid kabhi Diwali) માં  જોવા મળી શકે છે.

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સલમાન ખાનની કભી ઈદ કભી દિવાળીમાં શહનાઝ ગિલની એન્ટ્રી (Shehnaaz gill bollywood entry)થવાની છે. હાલમાં જ આ ફિલ્મમાં આયુષ શર્માની (Aayush Sharma) એન્ટ્રી થઈ છે. તેમજ, પૂજા હેગડે (Pooja Hegde) ને ફિલ્મની મુખ્ય અભિનેત્રી તરીકે પહેલેથી જ કાસ્ટ કરવામાં આવી ચુકી છે. આ માટે આ ફિલ્મ માં શહનાઝ ગિલ સલમાન ખાનની સામે નહીં હોય. આવી સ્થિતિમાં, આયુષ શર્માની સામે શહનાઝને કાસ્ટ કરવામાં આવી શકે છે. સલમાન ખાન, પૂજા હેગડે અને આયુષ શર્મા પહેલેથી જ આ ફિલ્મનો એક ભાગ છે અને જો શહેનાઝ ગિલ (Shehnaaz Gill) ફિલ્મમાં જોડાય છે તો તે જોવાનું રસપ્રદ રહેશે કે શહેનાઝ ફિલ્મમાં શું ભૂમિકા ભજવે છે.આ સમાચાર મીડિયામાં ખૂબ જ છવાયેલા છે પરંતુ હાલમાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં કંઈ પણ કહેવું વહેલું ગણાશે.

આ સમાચાર પણ વાંચો: સાઉથના આ સુપરસ્ટાર સામે નોંધાયોદુષ્કર્મનો કેસ, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મચી ગયો ખળભળાટ

તાજેતરમાં, શહનાઝ ગિલ સમાચારમાં આવી હતી જ્યારે તે બાબા સિદ્દીકીની (Baba Siddique) ઇફ્તાર પાર્ટીમાં જોવા મળી હતી જ્યાં તેના શાહરૂખ ખાનને (Shahrukh Khan)  મળવાના વીડિયો અને તસવીરો વાયરલ થઈ હતી. તેમજ, સલમાન ખાન પણ આ જ પાર્ટીમાં (Party) પહોંચ્યો હતો, તેથી શહનાઝ સલમાનને પણ મળી હતી.શહનાઝ ગિલ ઘણા વર્ષોથી પંજાબી ઇન્ડસ્ટ્રીમાં (Punjabi industry) છે પરંતુ તેને તેની અસલી ઓળખ બિગ બોસ 13 (Big boss 13) થી મળી હતી જેમાં તે સ્પર્ધક તરીકે જોવા મળી હતી. અહીં તે સિદ્ધાર્થ શુક્લાને (Siddharth Shukla) મળી, જેની સાથે શહનાઝનું નામ એવી રીતે જોડાયું કે તે સિદનાઝ (SIdnaaz)બની ગઈ. બીજી બાજુ કભી ઈદ કભી દિવાળી સિવાય સલમાન ખાન ટૂંક સમયમાં બીજી ઘણી ફિલ્મોમાં જોવા મળવાનો છે. તે ટૂંક સમયમાં કેટરિના કૈફ સાથે ટાઇગર 3 (Tiger 3)માં જોવા મળશે.

Jugnuma Premiere: ‘જગનુમા’ના પ્રીમિયર પર જયદીપ, અનુરાગ અને વિજયે મનોજ બાજપેયી સાથે કર્યું એવું વર્તન કે બધા હસી પડ્યા, જુઓ વિડીયો
Kurukshetra: ઓટીટી પર ધમાકો કરશે ‘કુરુક્ષેત્ર’, જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે એનિમેટેડ સિરીઝ
Anupama: ‘અનુપમા’ના અનુજ વિશે રાજન શાહીએ કહી એવી વાત કે ગૌરવ ખન્નાના ફેન્સે મચાવ્યો હંગામો
Sanjay Dutt: અભિનેતા ની સાથે સાથે એક સફળ બિઝનેસ મેન પણ છે સંજય દત્ત, વિસ્કી બ્રાન્ડ પછી હવે આ ક્ષેત્ર માં સંજુ બાબા નો ધમાકેદાર પ્રવેશ
Exit mobile version