Site icon

‘શેરશાહ’ જોઈને ‘હર દિલ માંગેગા મૉર’ શહીદ કૅપ્ટન વિક્રમ બત્રાને યાદ કરતાં આંસુ રોકાશે નહીં

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 12 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

ફિલ્મ શેરશાહની વાર્તા કારગિલ વૉરના હીરો શહીદ કૅપ્ટન વિક્રમ બત્રાની જિંદગી પર આધારિત છે. ફિલ્મમાં વિક્રમની ભૂમિકા સિદ્ધાર્થ મલ્હોત્રાએ ભજવી છે. ફિલ્મ શેરશાહમાત્ર ભારતીય સેનાના કૅપ્ટન વિક્રમ બત્રાની સફર જ નથી દર્શાવતી, પણ તેમના અંગત જીવન ઉપર પણ પ્રકાશ પાડે છે. ફિલ્મમાં વિક્રમ બત્રાની લવ લાઇફ ડિમ્પલ ચીમાની ભૂમિકા કિયારા અડવાણીએ ભજવી છે. શેરશાહમાં તમે જોશો કે એક નાનું બાળક કેવી રીતે નક્કી કરે છે કે તે ભારતીય સેનાનો ભાગ બનશે અને કેવી રીતે ભારતીય સેનામાં જોડાયા બાદ તે દરેકના દિલ જીતી લે છે, પરંતુ દુશ્મનોને પણ ભોંયચાટતા કરી દે છે.

પારિતોષ અને કિંજલ ઘર છોડી દીધું, બા-બાપુજીનો પણ ઘર છોડવાનો નિર્ણય, અનુપમા પરિવારની એકતાને અકબંધ રાખવા શું કરશે? જાણો ‘અનુપમા’ના આવનારા એપિસોડ વિશે

શેરશાહતમને વિક્રમના જીવનની એ ક્ષણો બતાવે છે, જેના વિશે તમે ન તો વાંચ્યું હશે અને ન જોયું હશે. સેનામાં જોડાવાની મુસાફરીથી લઈને કૉલેજ જીવનની મજા સુધી અને 24 વર્ષની ઉંમરે પ્રથમ આર્મી મિશનને કમાન્ડ કરવા માટે કારગિલ યુદ્ધમાં બિંદુ 4875ના વિજય સુધી, તમને ફિલ્મમાં બધું જોવા મળશે. સિદ્ધાર્થ મલ્હોત્રાની કારકિર્દીને આ ફિલ્મ સાથે નવી છલાંગ મળશે. સિદ્ધાર્થે બત્રાનો વાસ્તવિક જીવનમાં રહેલા જુસ્સો અને આકર્ષણને ઑનસ્ક્રીન જાળવી રાખ્યાં છે. આ સાથે ફિલ્મનાં અન્ય તમામ પાત્રોએ પણ સારું કામ કર્યું છે. તમારે આ ફિલ્મ જોવી જ જોઈએ. આ ફિલ્મ તમને કૅપ્ટન વિક્રમ બત્રાના જીવનની એવી ક્ષણ બતાવે છે કે ક્યારેક તમે ઉત્સાહથી ભરાઈ જશો તો ક્યારેક તમારી આંખોમાંથી તમારાં આંસુ પણ અટકશે નહીં.

Aryan Khan: જાણો કેમ કેમેરા સામે હસતો નથી આર્યન ખાન? રાઘવ જુયાલે કર્યો શાહરુખ ખાન ના દીકરા ને લઈને ખુલાસો
Anupama spoiler : ‘અનુપમા’માં ગણપતિ વિસર્જનના એપિસોડમાં થશે ધમાકો, તોષૂ, ગૌતમ અને રાહીનો થશે હિસાબ
Nafisa Ali: અભિનેત્રી નફીસા અલીને ફરીથી થયું કેન્સર, સ્ટેજ 4 કેન્સર માટે શરૂ થશે કીમોથેરાપી
Jolly LLB 3: અક્ષય કુમારની ‘જોલી એલએલબી 3’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, ફિલ્મ માં થયા આટલા મોટા ફેરફાર
Exit mobile version