ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઑક્ટોબર, 2021
મંગળવાર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ એક નવી હેરસ્ટાઇલ અપનાવી છે, જે જોતજોતામાં જ વાયરલ થઈ ગઈ છે. શિલ્પાએ તેના માથાના પાછળના ભાગના વાળ કપાવ્યા છે, જેને તેના ચાહકો પસંદ કરી રહ્યા છે. અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા હૅન્ડલ પરથી એક વીડિયો શૅર કર્યો છે, જેમાં તે પોતાની નવી હેરસ્ટાઇલ (અન્ડરકટ બઝ કટ) બતાવતી જોવા મળી રહી છે.
શિલ્પા શેટ્ટીએ તેના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પરથી એક વીડિયો શૅર કર્યો છે, જેમાં તે વર્કઆઉટ પહેલાં વાળ બાંધતી જોવા મળી રહી છે. વીડિયો શૅર કરતાં શિલ્પાએ લખ્યું : અમે કોઈ પણ દિવસ જોખમ લીધા વગર કે અમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવ્યા વગર જીવી શકતાં નથી. તે અન્ડરકટ બઝ કટ (મને ઘણી હિંમત લાગી, હું જૂઠું બોલીશ નહીં) અથવા મારી નવી ઍરોબિક કસરત.
કોરિયોગ્રાફર ટેરેન્સે પણ શિલ્પાની આ નવી હેરસ્ટાઇલ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. ટેરેન્સે લખ્યું, ‘લવ ઈટ. તમે આવી અસ્વસ્થતા અને સ્ટીરિયોટાઇપ તોડવાની વસ્તુઓ કરો છો, તમને વધુ શક્તિ આપે.' અન્ય એક યુઝર્સ પણ શિલ્પા શેટ્ટીની નવી હેરસ્ટાઇલને ખૂબ પસંદ કરે છે. એક યુઝરે લખ્યું, ‘ખૂબ જ સુંદર હેરકટ. બીજા યુઝરે લખ્યું, 'મજા નહીં આયા મેમ.' અન્ય એક યુઝરે લખ્યું, 'આ અડધો ટકલો કેમ?' એક યુઝરે શિલ્પા શેટ્ટીને પૂછ્યું,'તમે તમારા વાળ કેમ કાપ્યા? ખૂબ જ વિચિત્ર લાગે છે.'
