Site icon

સિક્વલ ની હોડ વચ્ચે શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી ના પ્રિક્વલ ની થઇ જાહેરાત- આ મહિનાથી શૂટિંગ થશે શરૂ

News Continuous Bureau | Mumbai

હાલ સ્પેનમાં(spen) શ્રદ્ધા કપૂર રણબીર કપૂર સાથે લવ રંજનની આગામી ફિલ્મનું શૂટિંગ (shooting)કરી રહી છે. લવ રંજનની શીર્ષક વિનાની ફિલ્મ પૂર્ણ કર્યા પછી, અભિનેત્રી તેની સૌથી મોટી સફળતા પૈકીની એક 'સ્ત્રી'ની પ્રિક્વલનું (stree prequel)શૂટિંગ શરૂ કરશે, જે 2018માં તે વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મ હતી. એટલે કે શ્રદ્ધા ફરી એકવાર સ્ત્રી ના રોલમાં દર્શકોને ડરાવવા આવી રહી છે.

Join Our WhatsApp Community

એક ન્યૂઝ વેબસાઈટ ના એહવાલો નું માનીએ તો, શ્રદ્ધાએ તેના હોરર રોલને(horror role) ફરીથી રજૂ કરવા માટે ફિલ્મની સિક્વલ 'સ્ત્રી' માટે હા પાડી છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ફિલ્મ આ વર્ષના અંતમાં ફ્લોર પર જશે. આગામી ફિલ્મ ચંદેરીમાં(Chanderi) ઉતરતા પહેલા સ્ત્રી ની સફરને ટ્રેસ કરશે. શ્રદ્ધા એક સ્ત્રી કેવી રીતે બને છે તે જાણવા માટે ચાહકો પહેલેથી જ ઉત્સાહિત છે. હવે પ્રશ્ન એ છે કે રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી અને અપારશક્તિ ખુરાના સ્ત્રીની પ્રીક્વલમાં ભૂમિકા ભજવશે કે પછી નવા કલાકારોની એન્ટ્રી(new entry) થશે.આ ફિલ્મનું નિર્દેશન મરાઠી ફિલ્મ નિર્માતા આદિત્ય સર પોતદાર દ્વારા કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : સિનેમા ઘરો માં ધૂમ મચાવ્યા બાદ હવે OTT પર કાર્તિક આર્યન બતાવશે પોતાનો જાદુ-જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો ભૂલ ભુલૈયા 2

શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ 'સ્ત્રી'ને દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો હતો. ફિલ્મની સફળતા બાદ મેકર્સે ફરી એકવાર હોરર કોમેડી ફિલ્મો(horror comedy film) પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ત્યારથી, 'સ્ત્રી'ની પ્રિક્વલના સમાચારો સામે આવવા લાગ્યા. ગયા વર્ષે જ કહેવામાં આવ્યું હતું કે શ્રદ્ધા ફરી એકવાર 'સ્ત્રી'ના (shraddha kapoor stree role)રોલમાં જોવા મળશે. હવે આ સમાચાર લગભગ કન્ફર્મ(confirm) થઈ ગયા છે. શ્રદ્ધા ઓગસ્ટથી 'સ્ત્રી'ની પ્રિક્વલનું શૂટિંગ શરૂ કરશે. તમને જણાવી દઈએ કે, રણબીર કપૂર (Ranbir kapoor)સાથે લવ રંજનની આગામી ફિલ્મ આવતા વર્ષે એટલે કે 8 માર્ચ, 2023ના રોજ હોળીના (Holi)દિવસે રિલીઝ થશે. લવ રંજન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ એક રોમેન્ટિક કોમેડી હોવાનું કહેવાય છે, જેમાં રણબીર અને શ્રદ્ધા કપૂરની જોડી પહેલીવાર મોટા પડદા પર જોવા મળશે. 

Varanasi Movie Cast Fees: વારાણસી’ માટે પ્રિયંકા ચોપરા એ વસુલ કરી અધધ આટલી ફી, જાણો મહેશ બાબુએ શું કરી ડીલ
Prem Chopra: ધર્મેન્દ્ર બાદ હવે પ્રેમ ચોપરા પણ થયા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, જાણો હવે કેવી છે તેમની તબિયત
Dharmendra 90th Birthday: ધર્મેન્દ્ર નો 90 મોં જન્મદિવસ હશે ખાસ, અભિનેતા ના આ દિવસ ને યાદગાર બનાવવા પરિવાર કરી રહ્યો છે આવી ખાસ તૈયારી
Sholay Re-Release: ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે…’આટલી સ્ક્રીન પર રિલીઝ થશે ‘શોલે’, જાણો ક્યારે અને ક્યાં જોશો!
Exit mobile version