Site icon

કોન્સર્ટ દરમિયાન ક્યારેકે પરસેવો લૂછતો તો ક્યારેક પાણી પીતો જોવા મળ્યો હતો કેકે-આવી હતી ગાયકની છેલ્લી ક્ષણો

 News Continuous Bureau | Mumbai

પીઢ ગાયક કેકેની વિદાય ચાહકો માટે મોટો આઘાત છે.(KK passes away) આ સમાચાર વાંચનાર દરેક વ્યક્તિ વિચારી રહ્યો હશે કે લાઈવ કોન્સર્ટમાં(live concert) એવું શું થયું કે જેના કારણે તેમના મનપસંદ ગાયક આ દુનિયા માંથી ચાલ્યો ગયો. છેવટે, છેલ્લી ક્ષણ કેવી રહી હશે, જ્યારે ગાયક આ દુનિયાને અલવિદા કહી રહ્યો હતો. આવો જાણીએ કેકે સાથે છેલ્લી ક્ષણોમાં શું થયું.

Join Our WhatsApp Community

કોલકાતાની ગુરુદાસ કોલેજના ફેસ્ટમાં પરફોર્મ કરતી વખતે ગાયક કૃષ્ણકુમાર કુન્નાથ ઉર્ફે કેકેની (KK health) તબિયત અચાનક બગડવા લાગી હતી. પ્રેક્ષકોનું મનોરંજન કરતી વખતે, ગાયક વારંવાર તેના સાથીદારોને તેના સ્વાસ્થ્ય વિશે કહેતો હતો. પરંતુ પ્રેક્ષકોના મનોરંજનમાં કોઈ કમી ન હતી, આ કારણે તેણે ક્યારેક રૂમાલથી પોતાનો ચહેરો લૂછ્યો, ક્યારેક પાણીની બોટલ ઉપાડી, તો ક્યારેક સ્ટેજ (stage performance) પર ફરતી વખતે પોતાનું પ્રદર્શન ચાલુ રાખ્યું.જ્યારે તેને વધુ મુશ્કેલી પાડવા લાગી  ત્યારે તેણે મેકર્સને સ્પોટલાઈટ (close spotlight)બંધ કરવા કહ્યું. લગભગ 8:30 વાગ્યાની આસપાસ, કેકે લાઈવ કોન્સર્ટ પૂરો કરીને હોટલ (return hotel) પરત ફર્યો. જો કે, અહીં પણ તેને આરામ ન મળ્યો અને તે અચાનક પડી ગયો. જે પછી લગભગ 10:30 તેને કલકત્તા મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CMRI) લઈ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. આ દરમિયાન હોસ્પિટલના વરિષ્ઠ ડોકટરો, વહીવટી અધિકારીઓ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ત્યાં હાજર રહ્યા હતા.પ્રખ્યાત ગાયક કેકેના મૃત્યુ બાદ(death) પોલીસે કેસ (Police case)નોંધ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે અસામાન્ય મૃત્યુનો કેસ નોંધ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેકેના ચહેરા અને માથા પર ઈજાના નિશાન જોવા મળ્યા છે. પોલીસ આયોજકો અને હોટેલ સ્ટાફની પૂછપરછ કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : ગાયિકી ની તાલીમ લીધી ના હોવા છતાં કેકે આ રીતે બન્યો સૂરો નો બાદશાહ- જાણો તેના સિંગિંગ કરિયર વિશે

54 વર્ષીય કેકે,  દિલ્હીમાં (Delhi)રહેતા હતા,ત્યારે તેઓ એડ ફિલ્મો માટે જિંગલ્સ (Jingles)લખવા અને જાહેરાતો માટે અવાજ આપવા જેવા કાર્યો કરતા હતા. લગ્ન પછી તેમની પત્નીએ તેમને મુંબઈ જવા માટે કહ્યું.મુંબઈ આવ્યા પછી કેકેનું જીવન બદલાઈ ગયું. તેણે ઘણા બ્લોકબસ્ટર ગીતો ગાયા. તેણે ફિલ્મ 'માચીસ'થી ડેબ્યૂ કર્યું હતું.

Vimal Ad Controversy: પાન મસાલાની એડ કરવી શાહરુખ, અજય અને ટાઇગર ને પડી ભારે, જારી થઇ નોટિસ, આ તારીખે રહેવું પડશે હાજર
TRP Charts: ટીઆરપી રેસમાં આ શો એ મારી બાજી, સ્મૃતિ ઈરાની નો શો ટોપ 3 માંથી બહાર
Shahrukh Khan: શાહરુખ ખાને બતાવી માનવતા, પંજાબ પૂર પીડિતો માટે આગળ આવ્યો અભિનેતા, આટલા પરિવાર ને મળશે મદદ
Aishwarya rai Bachchan: ઐશ્વર્યા રાય બચ્ચન ની અરજી પર દિલ્હી હાઈકોર્ટ એ આપ્યો આવો ચુકાદો
Exit mobile version