ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,1 જાન્યુઆરી 2022
શનિવાર
શત્રુઘ્ન સિન્હાની પુત્રી સોનાક્ષી સિન્હા એકવાર સલમાન ખાનના નાના ભાઈ સોહેલ ખાનના સાળા બંટી સચદેવાને ડેટ કરતી હતી. જોકે હવે તેમનું બ્રેકઅપ થઈ ગયું છે. થોડા દિવસો પહેલા સોનાક્ષી સિંહાએ એક્ટર ઝહીર ઈકબાલ સાથે પોતાનો એક ફોટો શેર કર્યો હતો, જેને જોઈને લોકો વિચારવા લાગ્યા હતા કે સોનાક્ષી તેને ડેટ કરી રહી છે. જણાવી દઈએ કે ઝહીર ઈકબાલની ડેબ્યુ ફિલ્મ’ નોટબુક’ ના સમયથી જ એવા સમાચાર આવી રહ્યા છે કે સોનાક્ષી સિંહા તેની સાથે રિલેશનશિપમાં છે.
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલનો પરિચય સલમાન ખાને કરાવ્યો હતો. થોડા મહિના પહેલા ઝહીર ઈકબાલ અને સોનાક્ષી સિંહાનો એક ડાન્સિંગ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જો કે, બંનેમાંથી કોઈએ પણ તેમના સંબંધો વિશે અત્યાર સુધી સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી. ટૂંક સમયમાં જ ઝહીર અને સોનાક્ષી સિન્હા ફિલ્મ ડબલ એક્સએલમાં સાથે જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન સતરામ રામાણી કરી રહ્યા છે.
