Site icon News Continuous Bureau | Mumbai

સોહેલ ખાનના સાળાને નહિ હવે આ વ્યક્તિને ડેટ કરી રહેલી સોનાક્ષી સિન્હા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,1 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

શનિવાર

શત્રુઘ્ન સિન્હાની પુત્રી સોનાક્ષી સિન્હા એકવાર સલમાન ખાનના નાના ભાઈ સોહેલ ખાનના સાળા બંટી સચદેવાને ડેટ કરતી હતી. જોકે હવે તેમનું બ્રેકઅપ થઈ ગયું છે. થોડા દિવસો પહેલા સોનાક્ષી સિંહાએ એક્ટર ઝહીર ઈકબાલ સાથે પોતાનો એક ફોટો શેર કર્યો હતો, જેને જોઈને લોકો વિચારવા લાગ્યા હતા કે સોનાક્ષી તેને ડેટ કરી રહી છે. જણાવી દઈએ કે ઝહીર ઈકબાલની ડેબ્યુ ફિલ્મ’ નોટબુક’ ના સમયથી જ એવા સમાચાર આવી રહ્યા છે કે સોનાક્ષી સિંહા તેની સાથે રિલેશનશિપમાં છે.

સોનાક્ષીએ ઝહીર ઈકબાલ ના જન્મદિવસ પર તેના  માટે ખાસ પોસ્ટ લખી હતી. સોનાક્ષીએ આ પોસ્ટમાં બે તસવીરો શેર કરી છે. એક તસવીરમાં સોનાક્ષી બ્લેક આઉટફિટમાં ઉભેલી જોવા મળી રહી છે અને ઝહીર તેના ખભા પર હાથ રાખીને તેના વાળ સરખા કરી રહ્યો છે. બીજા ફોટોમાં બંને ખતરનાક હથિયારો સાથે લડતા જોવા મળે છે.ઝહીર ઈકબાલને તેના જન્મદિવસ પર અભિનંદન આપતાં સોનાક્ષી સિંહાએ લખ્યું- દુનિયાની સૌથી હેરાન કરનાર વ્યક્તિને જન્મદિવસની શુભેચ્છા. તમે વિશ્વના શ્રેષ્ઠ વ્યક્તિ પણ છો. આ કેવી રીતે બની શકે? તમે આવા કેમ છો? જન્મ લેવા બદલ આભાર.

બ્રેકઅપ પછી સુષ્મિતા સેને શેર કરી તેની ખાટી અને મીઠી ક્ષણો, અભિનેત્રી એ પોસ્ટ કરી કહી આ વાત; જાણો વિગત

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલનો પરિચય સલમાન ખાને કરાવ્યો હતો. થોડા મહિના પહેલા ઝહીર ઈકબાલ અને સોનાક્ષી સિંહાનો એક ડાન્સિંગ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જો કે, બંનેમાંથી કોઈએ પણ તેમના સંબંધો વિશે અત્યાર સુધી સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી. ટૂંક સમયમાં જ ઝહીર અને સોનાક્ષી સિન્હા ફિલ્મ ડબલ એક્સએલમાં સાથે જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન સતરામ રામાણી કરી રહ્યા છે.

Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Salman Khan Bigg Boss Hosting આ અઠવાડિયે ‘બિગ બોસ’ હોસ્ટ નહીં કરે સલમાન ખાન આ અભિનેતા સંભાળશે ‘વીકેન્ડ કા વાર’ની કમાન…
Exit mobile version