Site icon News Continuous Bureau | Mumbai

આ હેન્ડસમ વ્યક્તિ સાથે 7 ફેરા લેશે શત્રુઘ્ન સિન્હાની દીકરી સોનાક્ષી સિન્હા, સલમાન ખાન સાથે છે ખાસ કનેક્શન; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 26 નવેમ્બર  2021      

Join Our WhatsApp Channel

શુક્રવાર

સોનાક્ષી સિન્હાના લગ્ન કે સંબંધ વિશે ક્યારેય કોઈ ચોક્કસ સમાચાર આવ્યા નથી, પરંતુ હવે કેટલાક રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે શત્રુઘ્ન સિન્હાની પ્રિય દીકરી ટૂંક સમયમાં સલમાન ખાનના ભાઈ સોહેલ ખાનના સાળા બંટી સચદેવા સાથે લગ્ન કરવા જઈ રહી છે. તે જાણીતું છે કે સલમાન ખાને જ સોનાક્ષીનું ડેબ્યુ કરાવ્યું હતું અને અહીંથી તેને ઈન્ડસ્ટ્રીમાં ઓળખ મળી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર, સોનાક્ષી સિન્હાએ કહ્યું કે જ્યારે તે સ્કૂલમાં હતી ત્યારે તેને સાચો પ્રેમ થઈ ગયો હતો. પરંતુ, જયારે તેને પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું, તેણે તે છોકરાને ઓકે બાય કહ્યું. તેણે કહ્યું કે તેનો પહેલો પ્રેમ ઘણો ગંભીર હતો, જે 5 વર્ષથી વધુ સમય સુધી ચાલ્યો. જોકે તેણે આ છોકરાનું નામ જાહેર કર્યું નથી. એવું માનવામાં આવે છે કે તે બંટી સચદેવા તરફ ઈશારો કરી રહી હતી. 

પ્રિયંકા ચોપરાએ જાહેરમાં નિક જોનસ અને તેના ભાઈઓની મજાક ઉડાવી, કહી આ વાત; જાણો વિગત

તમને જણાવી દઈએ કે સોનાક્ષી સિન્હા અને બંટી સચદેવા ઘણી પાર્ટીઓમાં સાથે જોવા મળ્યા છે. સોનાક્ષીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે બંટી એક સેલ્ફ મેડ મેન છે અને તે ફક્ત તેના બેચલરહુડનો આનંદ માણવા માંગે છે. ઈન્ટરવ્યુમાં સોનાક્ષી સિંહાએ પોતાના પહેલા ગંભીર સંબંધ વિશે પણ જણાવ્યું હતું. તેણીએ કહ્યું, 'મને લાગે છે કે જ્યારે હું પહેલીવાર ગંભીર સંબંધમાં આવી ત્યારે મારી ઉંમર 21 કે 22 વર્ષની હશે.' તેણે કહ્યું, 'મારો આ સંબંધ પાંચ વર્ષથી વધુ સમય સુધી ચાલ્યો.' જ્યાં સુધી બંટી સચદેવા સાથે તેના લગ્નની વાત છે, ‘દબંગ’ અને 'રાઉડી રાઠોર' જેવી શ્રેષ્ઠ ફિલ્મોથી નામ કમાવનાર સોનાક્ષી ટૂંક સમયમાં જ ઈન્ડસ્ટ્રીના ભાઈજાનની સંબંધી બની શકે છે. જો કે આ અંગે ખાન પરિવાર કે સિંહા પરિવાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

Swara Bhasker Slams Priyanka Chahar Choudhary ગુસ્સામાં પ્રિયંકા ચાહર ચૌધરી પર ભડકી સ્વરા ભાસ્કર કહ્યું ‘મેકઅપ અને મોંઘા કપડાં અંદરની કદરૂપતા છુપાવી શકતા નથી’
Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Kiara Advani Announces Second Pregnancy ‘બ્લેસિડ વન્સ અગેઇન…’ ‘ટોક્સિક’ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બીજી પ્રેગ્નન્સીની કરી સત્તાવાર જાહેરાત!
Exit mobile version