Site icon News Continuous Bureau | Mumbai

શું ધર્મેન્દ્રના પૌત્ર અને સની દેઓલ ના પુત્ર એ કરી લીધી ગુપચુપ સગાઈ? જાણો કોણ છે દેઓલ પરિવારની થવા વાળી વહુ!

News Continuous Bureau | Mumbai

સની દેઓલનો પુત્ર કરણ દેઓલ (sunny deol son Karan deol)તેની આગામી ફિલ્મ અપને 2 (Apne-2)માં વ્યસ્ત હોવાના કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં કરણ તેના પિતા સની દેઓલ સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળશે. જો કે હાલમાં કરણ દેઓલના અંગત જીવનને લઈને ચર્ચા ચાલી રહી છે. સમાચારમાં કહેવામાં આવી રહ્યું છે કે કરણ દેઓલની સગાઈ દ્રિશા (karan deol engagement)સાથે થઈ ગઈ છે. બંને પ્રાઈવેટ ઈવેન્ટ્સમાં પણ સાથે જોવા મળ્યા છે. પરંતુ કરણ અને દ્રિશાએ ક્યારેય તેમના સંબંધો વિશે ખુલીને વાત કરી નથી.

Join Our WhatsApp Channel

જો અહેવાલોનું માનીએ તો, અભિનેતા કરણ દેઓલે દ્રિશા (Karan deol Drisha engagement)સાથે સગાઈ કરી લીધી છે, જે પ્રખ્યાત ફિલ્મ નિર્માતા બિમલ રોયની પૌત્રી (Bimal Roy granddaughter) છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં આ સંબંધને આગળ વધારતા લગ્નના બંધનમાં (wedding) બંધાશે. જોકે, તેની ટીમે આ અહેવાલોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે, 'કરણ અને દ્રિશા બાળપણના મિત્રો છે. તેની સગાઈના સમાચાર સાચા નથી.રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ધર્મેન્દ્રની બગડતી (Dharmendra health) તબિયતને કારણે સની દેઓલે તેમના પુત્ર કરણ દેઓલ અને દ્રિશાની સગાઈ ગુપ્ત રીતે કરાવી લીધી છે. બંનેના લગ્નની તૈયારીઓ પણ ઝડપથી થઈ રહી છે. તમને જણાવી દઈએ કે, ભૂતકાળમાં, ધર્મેન્દ્રને સ્નાયુઓની સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે અભિનેતાની તબિયત સારી છે અને તે ઘરે આરામ કરી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : બોલિવૂડ ના આ અભિનેતા એ કરી 'તાજમહેલના ગુપ્ત ઓરડાઓ ખોલો અને તેમાં શું છે તે જણાવો' ની માંગ, વિવાદ વચ્ચે નેટિઝન્સ એ લગાવી લતાડ

પલ પલ દિલ કે પાસથી  બોલિવૂડમાં એન્ટ્રી (Bollywood debut) કરનાર એક્ટર કરણ દેઓલ ટૂંક સમયમાં અનિલ શર્માની અપને 2માં (Apne-2) જોવા મળશે. આ ફિલ્મમાં કરણ પરિવારના સભ્યો ઉપરાંત પિતા સની દેઓલ અને કાકા બોબી દેઓલ સાથે સ્ક્રીન શેર કરશે. સની, બોબી અને ધર્મેન્દ્ર અગાઉ વર્ષ 2013માં રિલીઝ થયેલી અપનેમાં સાથે કામ કરી ચૂક્યા છે. આ સિવાય આ ત્રિપુટી યમલા પગલા દીવાના 2 માં પણ જોવા મળી છે.

 

Nana Patekar Funeral State Honours નાના પાટેકરની અંતિમ ઈચ્છા પૂર્ણ કરાશે મહારાષ્ટ્ર સરકારે કરી સત્તાવાર જાહેરાત; અહીં રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Indian Army Captain Journey ફિલ્મ કારકિર્દી ટોચ પર હતી ત્યારે યુદ્ધના મેદાનમાં જોડાયા; નાના પાટેકરે મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી સાથે કર્યું હતું કઠિન કામ
Nana Patekar Passes Away અભિનયનો એક યુગ આથમી ગયો! ગોવાના ઘરમાં નાના પાટેકરને આવ્યો કાર્ડિયાક અરેસ્ટ ૪૫ મિનિટ સુધી ડોક્ટરો ઝઝૂમ્યા પણ જીવ ન બચી શક્યો
Nana Patekar Controversy Manisha Koirala MeToo ગુસ્સો, પ્રેમ અને મોટા વિવાદો! નાના પાટેકરની લાઈફ કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી કમ નથી; જાણો અભિનેતાના જીવનના વણઉકેલાયેલા વિવાદો
Exit mobile version