Site icon

સુપર ડાન્સર 4 : શિલ્પા શેટ્ટી શોમાં પરત ફરશે, પૉર્નોગ્રાફી વિવાદ વચ્ચે પ્રથમ વખત દેખાશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 18 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

બુધવાર

બૉલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ તેના પતિની ધરપકડ બાદ સોશિયલ મીડિયા અને જાહેર સ્થળોથી પોતાની જાતને દૂર કરી છે. 19 જુલાઈના રોજ રાજ કુન્દ્રાની પૉર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, ત્યારથી શિલ્પા ન તો સોશિયલ મીડિયા પર સક્રિય છે અને ન તો તેણે કોઈ સામાજિક જીવનમાં તેની હાજરી નોંધાવી છે. તે જે શોને જજ કરી રહી હતી એમાંથી તેણે બ્રેક પણ લીધો હતો. તે લગભગ એક મહિનાથી 'સુપર ડાન્સર'ના સ્ટેજ પર પહોંચી નથી. જ્યાં સ્પર્ધકોથી લઈને શોના જજ અને હોસ્ટ સુધી દરેક તેને મિસ કરી રહ્યા છે.

હવે સમાચાર આવ્યા છે કે શિલ્પા શેટ્ટી ટૂંક સમયમાં જ 'સુપર ડાન્સર ચેપ્ટર 4'માં પરત ફરવા જઈ રહી છે. શોના નિર્માતા રણજિત ઠાકુરે ખુદ તેમના એક ઇન્ટરવ્યૂમાં આ માહિતી આપી છે. એક અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં રણજિત ઠાકુરે શિલ્પાના પુનરાગમનની પુષ્ટિ કરી છે. શોના નિર્માતા આગળ જણાવે છે કે નિર્માતાઓ શિલ્પાના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા હતા અને અન્ય કોઈ અભિનેત્રીને કાસ્ટ કરવા માગતા ન હતા. એ સમયે શિલ્પા કામ શરૂ કરવાની સ્થિતિમાં ન હતી, એથી તેણે શોમાંથી બ્રેક લીધો. સેટ પરનાં સૂત્રોનું માનીએ તો ‘સુપર ડાન્સર 4’ના આ સપ્તાહના ટેલિકાસ્ટ એપિસોડમાં શિલ્પા ફરી જોવા મળશે.

હવે બાળકોની મજા બમણી થવા જઈ રહી છે, અમર ચિત્ર કથા પુસ્તકનું આવશે ઍનિમેટેડ વર્ઝન

જ્યારે શિલ્પા  મંગળવારે શોના સેટ પર પહોંચી ત્યારે તેને ત્યાં જોતાં લોકોમાં હલચલ મચી ગઈ હતી. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો મંગળવારે સેટ પર શિલ્પાના આગમન વિશે કોઈને જાણ કરવામાં આવી ન હતી. તેના વિશે માત્ર સ્ક્રિપ્ટ રાઇટર્સને જ જાણ કરવામાં આવી હતી, જેથી શોને એ મુજબ ડિઝાઇન કરી શકાય. સેટ પરનાં સૂત્રોના જણાવ્યા અનુસાર શિલ્પાએ સેટ પર પાછાં ફરવાનો નિર્ણય ઘણાં કારણોસર મહત્ત્વનો હતો. તે માત્ર તેનાં બાળકો અને પરિવાર માટે જ નહીં, પણ પોતાના માટે પણ કામ પર આવી છે.

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version