Site icon News Continuous Bureau | Mumbai

સુશાંત સિંહની એક નહીં અનેક લવ સ્ટોરી અધૂરી રહી; આટલી અભિનેત્રીઓ સાથે હતું અફેર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૪ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

સોમવાર

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આજે પ્રથમ પુણ્યતિથિ છે. સુશાંત કરિયરમાં તેની ફિલ્મો અને અભિનય ઉપરાંત વિવિધ અભિનેત્રીઓ સાથેના સંબંધોને કારણે પણ સમાચારોમાં રહેતો હતો. અંકિતા લોખંડે સહિત સુશાંતનું બીજી ત્રણ અભિનેત્રીઓ સાથે પણ અફેર રહ્યું હતું.

અંકિતા લોખંડે અને સુશાંત ઝી ટીવીની ધારાવાહિક ‘પવિત્ર રિશ્તા’ના શૂટિંગ દરમિયાન એકબીજાની નજીક આવ્યાં હતાં. સુશાંત એમાં માનવ અને અંકિતા અર્ચનાનું મુખ્ય પાત્ર ભજવતી હતી. સિરિયલમાં બંને પતિ-પત્ની હતાં. આ જોડીએ પોતાનો પ્રેમ જાહેરમાં પણ કબૂલ્યો હતો, ત્યાર બાદ સુશાંત ક્રિતી સેનનના પ્રેમમાં પડ્યો હતો. ગયા વર્ષે સુશાંતે આત્મહત્યા કર્યા પછી ક્રિતીએ તેની યાદમાં એક પોસ્ટ પણ કરી હતી.

વાઉ, શું પાવરફૂલ છે ઉર્વશી રૌતેલા!! પેટ ઉપર ૨૦ થી વધુ મુક્કા ખાધા. પછી આપ્યો કંઈક આવું રીએકશન. જુઓ વિડિયો

સુશાંતે સારા અલી ખાન સાથે પણ થોડા સમય માટે સંબંધ રાખ્યો હતો. કેદારનાથ ફિલ્મને કારણે આ બંને જણ એકબીજાની નજીક આવ્યાં હતાં. સુશાંત અને સારા ૨૦૧૮માં ફાર્મહાઉસમાં પણ સાથે ઘણો સમય વિતાવતાં હતાં. અભિનેતા સારાને પ્રપોઝ પણ કરવાનો હતો, પરંતુ બે વાર એ પ્લાન કૅન્સલ થઈ ગયો હતો. ઉપરાંત રિયા ચક્રવર્તી સાથે પણ સુશાંતનું નામ જોડાયેલું હતું. જોકેરિયાએ સુશાંત સાથેના તેના સંબંધોને અગાઉ સ્વીકાર્યા ન હતા, પરંતુ તેના મૃત્યુના એક મહિના પછી, અભિનેત્રીએ પોતાને સુશાંતની ગર્લફ્રેન્ડ ગણાવી હતી.

Doordarshan Hum Log Record ભારતીય ટીવી ઇતિહાસનો સુવર્ણ યુગ દૂરદર્શનની પહેલી સિરિયલ ‘હમ લોગ’ ના નામે ૫ કરોડ દર્શકોનો ઐતિહાસિક રેકોર્ડ
Jennifer Winget Wedding Video જેનિફર વિંગેટે શેર કર્યો પોતાના લગ્નનો પહેલો સત્તાવાર રોમેન્ટિક વીડિયો પતિ વિલિયમ ઈશ્મેલ સાથેના ખાસ કીમોમેન્ટ્સ જોઈને ચાહકો થયા ઘેલા, ઇન્ટરનેટ પર પ્રચંડ વાયરલ
Harshad Chopda Struggle બ્રેકઅપ અને માનસિક કટોકટીમાંથી બહાર આવીને કેવી રીતે બનાવી કારકિર્દી? અભિનેતા હર્ષદ ચોપડાએ કર્યા ચોંકાવનારા ખુલાસા
Ramayana Trailer Leaked Online દિલ્હી ઇવેન્ટ બાદ ઈન્ટરનેટ પર વાયરલ થયું ‘રામાયણ’નું ઓફિશિયલ ટ્રેલર મેગા બજેટ ફિલ્મને ડિજિટલ પાયરસીનું ગ્રહણ
Exit mobile version