Site icon

ટેલિવિઝન નો બહુ ચર્ચિત શો ‘લૉક અપ માટે કરવામાં આવ્યો હતો સુષ્મિતા સેનના એક્સ બોયફ્રેન્ડ રોહમન શૉલનો સંપર્ક, શું તે આ શો માં કેદ થવા થશે તૈયાર? જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022         

Join Our WhatsApp Community

શનિવાર

બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન અને રોહમન શાલનું બ્રેકઅપ થઈ ગયું છે. સુષ્મિતા અને રોહમન હવે તેમના જીવનમાં આગળ વધી ગયા છે. જોકે, આ બ્રેકઅપ પાછળનું કારણ બહાર આવ્યું નથી. દરમિયાન મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે રોહમન એકતા કપૂરના શો લોક અપમાં જોવા મળશે. હવે તેના પર લેટેસ્ટ અપડેટ સામે આવ્યું  છે.

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત તેના રિયાલિટી શો લોક અપને લઈને ચર્ચામાં છે. આ શોમાં અત્યાર સુધીમાં ત્રણ સ્પર્ધકોના નામ સામે આવ્યા છે. મીડિયા હાઉસ માં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર, એક સૂત્રએ જણાવ્યું કે, રોહમન શૉલને આ શોની ઑફર કરવામાં આવી હતી, પરંતુ તે તેના માટે સંમત થયો છે કે નહીં, તેના વિશે કંઈ કહી શકાય નહીં.સૂત્રે વધુમાં જણાવ્યું કે, રોહમન તેની સંમતિ આપવાનું વિચારી રહ્યો હતો. તે શાંત વ્યક્તિ છે અને સામાન્ય રીતે અંગત બાબતો વિશે વધારે વાત કરતા નથી. પરંતુ તેને 'લોક અપ'ની ઓફર ગમી. જો કે તે નિશ્ચિત છે કે જો તે શોમાં આવશે તો તેના અને સુષ્મિતા સેનના સંબંધો વિશે ઘણી બધી વાતો બહાર આવશે.

‘ભાભી જી ઘર પર હૈ’ શો ને મળી તેમની નવી ‘ગોરી મેમ’, હવે આ અભિનેત્રી ભજવશે અનિતા ભાભી ની ભૂમિકા ; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે, સુષ્મિતા સેન અને રોહમન શૉલ લગભગ ત્રણ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. બંને અવારનવાર એકબીજાની પોસ્ટ પર લવ કોમેન્ટ્સ કરતા હતા. ચાહકોને પણ બંનેની જોડી ખૂબ પસંદ આવી હતી. જોકે તેમના બ્રેકઅપથી બધા ચોંકી ગયા હતા. તમને જણાવી દઈએ કે રોહમન એક મોડલ છે.

Kareena-Saif at Jeh’s Annual Function: કરીના કપૂરે પુત્ર જેહના પરફોર્મન્સ પર આપી ફ્લાઈંગ કિસ; સોશિયલ મીડિયા પર વાયરલ થયો પટૌડી પરિવારનો ક્યુટ વીડિયો
Border 2 Banned in Gulf: ગલ્ફ દેશોમાં ‘બોર્ડર 2’ પર પ્રતિબંધથી ખળભળાટ! સાઉદી અને UAE એ કેમ દેખાડી લાલ આંખ? જાણો કરોડોના નુકસાન પાછળનું અસલી કારણ
Dhurandhar OTT Release: થિયેટરોમાં રેકોર્ડ તોડ્યા બાદ હવે OTT પર આવશે ‘ધુરંધર’ની આંધી: જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે ફિલ્મ
Yeh Rishta Kya Kehlata Hai Twist: લીપ પહેલા મુખ્ય પાત્રના મોતથી વાર્તામાં આવશે નવો વળાંક; જાણો કઈ 2 અભિનેત્રીઓની થવાની છે ધમાકેદાર એન્ટ્રી
Exit mobile version