News Continuous Bureau | Mumbai
જ્યારથી લલિત મોદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા સુષ્મિતા સેન (Lalit Modi-Sushmita Sen)સાથેના સંબંધોનો ખુલાસો કર્યો છે, ત્યારથી આ લવ બર્ડ્સ ની ખૂબ ચર્ચા થઈ રહી છે. કેટલાક યુઝર્સે બંનેની ઉંમરના તફાવતને લઈને ટ્રોલ(troll) કરવાનું શરૂ કર્યું તો કેટલાકે સુષ્મિતાને 'ગોલ્ડ ડિગર'(gold diger) ગણાવી છે. IPLના પૂર્વ ચેરમેન અને બિઝનેસમેન લલિત મોદીને ડેટ કર્યા બાદ ટ્રોલર્સે સોશિયલ મીડિયા પર લખવાનું શરૂ કર્યું કે અભિનેત્રીએ પૈસા માટે આ સંબંધ બનાવ્યો છે. લલિત મોદીએ આ અંગે એક પોસ્ટ કરી હતી. હવે સુષ્મિતા સેન તરફથી પ્રતિક્રિયા આવી છે.
સુષ્મિતા સેને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ (Instagram)હેન્ડલ પર એક તસવીર શેર કરતા એક લાંબી નોટ લખી છે. આ નોટમાં સુષ્મિતાએ લખ્યું છે કે- "છેલ્લા કેટલાક દિવસો માં, મારુ નામ ગોલ્ડ ડિગર (gold diger)અને સંપત્તિની લોભી કહીને સોશિયલ મીડિયા પર ખૂબ ઉછાળવામાં આવી રહ્યું છે. મારી ભારે ટીકા થઈ રહી છે. પણ મને આ ટીકાકારોની જરાય પડી નથી. મારી પાસે હીરાને ચકાસવાની ક્ષમતા છે, સોનાની નહીં. આવી સ્થિતિમાં કેટલાક બુદ્ધિજીવીઓ દ્વારા ગોલ્ડ ડીગર બોલાવવાથી તેમની નીચલી માનસિકતા સ્પષ્ટપણે જોવા મળે છે. આ તુચ્છ લોકો સિવાય મને મારા શુભેચ્છકો અને પરિવારના સભ્યોનો પૂરો સહયોગ છે. કારણ કે હું સૂર્ય જેવી છું જે તેના અસ્તિત્વ અને અંતરાત્મા માટે હંમેશા ચમકશે.”
આ સમાચાર પણ વાંચો : સુષ્મિતા સેન અને લલિત મોદી એકબીજાના પ્રેમમાં.. લવ અફેર પર વાયરલ થયા Funny Memes, તમે પણ નહીં રોકી શકો હસી
આ પહેલા લલિત મોદીએ પોતાની પોસ્ટમાં(Lalit Modi post) લખ્યું હતું કે, 'મને મીડિયામાં ટ્રોલ કરવાનો આટલો જુસ્સો કેમ દેખાય છે? દેખીતી રીતે મને ખોટા કારણોસર ટેગ કરવામાં આવી રહ્યો છે. શું કોઈ મને સમજાવશે કે મેં હમણાં જ Instagram પર બે ચિત્રો પોસ્ટ કર્યા છે અને તે પણ યોગ્ય ટેગ સાથે. મને લાગે છે કે આપણે હજુ પણ મધ્ય યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં કોઈ બે લોકો મિત્ર (friends)બની શકતા નથી.'
