ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021
સોમવાર
દેશની જાણીતી ફિલ્મ પ્રોડક્શન કંપની રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટએ મ્યુઝિક લેબલ કંપની ટી-સિરીઝ સાથે હાથ મિલાવ્યો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ અને ટી-સિરીઝે સંયુક્ત રીતે 10 ફિલ્મો બનાવવાની જાહેરાત કરી છે અને આ ફિલ્મો બનાવવા માટે આશરે 1,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવા પણ સંમત થયા છે.
જોકે આ 10 ફિલ્મો કઈ હશે અને તેમાં ક્યા સ્ટાર્સ હશે, તે હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી
ઉલ્લેખનીય છે કે અગાઉ રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટએ હોલીવુડના જાણીતા નિર્માતા નિર્દેશક સ્ટીવન સ્પીલબર્ગ સાથે ભાગીદાર તરીકે કામ કર્યું છે.
કમાલ છે!!! કર્ણાટકમાં ૬.૫ લાખ રૂપિયામાં વેચાયું એક નારિયળ. પણ કેમ? જાણો અહીં