Site icon

આ ફિલ્મમાં ઐશ્વર્યા રાયનો આધાર બની હતી તારક મેહતા ની દયા, દિશા વાકાણી એ ભજવી હતી મહત્વ પૂર્ણ ભૂમિકા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,25 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

મંગળવાર

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એક એવો શો છે જેને દેશભરમાં વર્ષોથી પસંદ કરવામાં આવી રહ્યો છે. શોના તમામ પાત્રો લોકોના દિલમાં પોતાનું ખાસ સ્થાન જાળવી રહ્યા છે. કેટલાક કલાકારો એવા છે જેઓ વર્ષોથી શોમાંથી ગાયબ છે પરંતુ હજુ પણ ફેવરિટ લિસ્ટમાં સામેલ છે. તેમાંથી એક છે દિશા વાકાણી. લોકો તેને માત્ર દયાના પાત્ર માટે જ ઓળખે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે તેણે ફિલ્મો પણ કરી છે.જી હા, ટીવીની દયા એટલે કે દિશા વાકાણી 2008માં આવેલી ફિલ્મ 'જોધા અકબર'માં જોવા મળી હતી. ફિલ્મમાં, તેણીએ ઐશ્વર્યા રાય અને હૃતિક રોશન સાથે સ્ક્રીન શેર કરી હતી, જ્યાં તેણી તેના સહયોગીની ભૂમિકામાં જોવા મળી હતી.

આ ફિલ્મમાં તેણીનું પાત્ર માધવી જોશીનું હતું, જે એક ગુપ્ત રક્ષક પણ બની હતી અને લગ્ન પછી મુઘલ સામ્રાજ્યમાં રાણી જોધા બાઈને ટેકો આપતી હતી.ભલે તે સમયે લોકોએ તેના પર ધ્યાન ન આપ્યું હોય, પરંતુ તેણીની ગણતરી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં મુખ્ય ભૂમિકા તરીકે થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે દયા એટલે કે દિશા વાકાણીએ માત્ર ઐશ્વર્યા સાથે માત્ર જોધા અકબર માં  જ નહીં પરંતુ દેવદાસમાં પણ સ્ક્રીન સ્પેસ શેર કરી છે. આમાં તેણે ઐશ્વર્યા ની સખીનો રોલ કર્યો હતો.

અમિતાભ બચ્ચનની આ ફિલ્મ થશે હવે સિનેમાઘરોમાં રિલીઝ; જાણો વિગત

આ સિવાય દિશા વાકાણી અનુપમ ખેરની 'નોટ સો પોપ્યુલર', પ્રિયંકા ચોપરાની 'લવ સ્ટોરી 2050' અને આમિર ખાનની 'મંગલ પાંડે'માં પણ જોવા મળી છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે તારક મહેતાની દયા ઘણા સમયથી શોમાં જોવા મળી નથી. વર્ષ 2017 માં, તેણીએ પ્રસૂતિ બ્રેક લીધો, ત્યારબાદ તે હજી સુધી તે શો માં  પાછી આવી નથી.પરંતુ શોના નિર્માતાઓનું કહેવું છે કે દિશા વાકાણી ટૂંક સમયમાં શોમાં પરત ફરશે જેથી માત્ર ચાહકોની દયા જ નહીં પરંતુ જેઠાલાલને તેની ગરબા ક્વીનનો સપોર્ટ પણ મળશે.

Chhaava Shooting: ‘છાવા’ ના શૂટિંગ દરમિયાન વિકી કૌશલને થયો હતો આધ્યાત્મિક અનુભવ, બની હતી સંભાજી મહારાજ સાથે જોડાયેલી 2 અજીબ ઘટનાઓ
Vicky Jain: અંકિતા લોખંડેના પતિ ને હાથમાં આવ્યા 45 ટાંકા, વિકી જૈન એ જણાવ્યું કેવી રીતે થયો હતો અકસ્માત
TMKOC Mandar Chandwadkar: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો મિસ્ટર ભીડે નિભાવવાનો હતો ધર્મેન્દ્ર ના બાળપણ ની ભૂમિકા,શોલે ના આ દિગ્ગ્જ અભિનેતા એ કરી હતી તેની ભલામણ
Aamir Khan: આમિર ખાન ખોલશે ગુરુકુલ સ્ટાઇલ ફિલ્મ સ્કૂલ, બોલિવૂડ ના આ અભિનેતા નું મળ્યું સમર્થન
Exit mobile version