Site icon

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ગુરુચરણે આ કારણે છોડી દીધો શો, સાચું કારણ આવ્યું સામે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 11 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ટેલિવિઝન જગતનો પ્રખ્યાત કૉમેડી શો છે. દર્શકોને આ સિરિયલ ખૂબ જ ગમે છે. આ શો છેલ્લાં 13 વર્ષથી પ્રેક્ષકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના દરેક પાત્રને દર્શકો ખૂબ પસંદ કરે છે અને ચાહે છે. આ જ કારણ છે કે આ શોનાં પાત્રો ઠેરઠેર લોકપ્રિય છે. રોશન સિંહ સોઢી પણ આ કૉમેડી શોનું પાત્ર છે, જેની ભૂમિકા અગાઉ ગુરચરણ સિંહે ભજવી હતી. બાદમાં તેણે શો છોડી દીધો. જોકે તેણે ક્યારેય શો છોડવાનું સાચું કારણ જાહેર કર્યું નથી, પરંતુ હવે પહેલી વખત તેણે તેના વિશે વાત કરી છે. તેના તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં તેણે શો છોડવાનું સાચું કારણ જાહેર કર્યું. ઉલ્લેખનીય છે કે વર્ષ 2008માં પ્રસારિત થયેલા આ શોના પ્રથમ એપિસોડથી, દરેક જણ આ સિરિયલનો ચાહક બની ગયો છે. ગુરચરણ સિંહને પણ સોઢીની ભૂમિકામાં દર્શકોએ ખૂબ પ્રેમ આપ્યો હતો. તેણે થોડા સમય પહેલાં કહ્યું હતું કે આ શોમાં રોશન સિંહ સોઢીનું પાત્ર મેળવતાં પહેલાં તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. તેણે કહ્યું કે આ શોનું પાત્ર મેળવતાં પહેલાં તેને કેવી રીતે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેના પર ઘણું દેવું હતું. આ પછી તેને મજબૂરીમાં મુંબઈ આવવું પડ્યું.

જાણો સાવકી બહેન પૂજા સાથે આલિયા ભટ્ટનો સંબંધ કેવો છે?

તેણે પોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું કે જ્યારે નટુકાકા ગુજરી ગયા ત્યારે તે દિલ્હીમાં હતો. તેણે એમ પણ કહ્યું કે તેઓ ઘનશ્યામજીના સંપર્કમાં હતા. શોના જૂના મિત્રોને બોલાવ્યા પછી, તેઓ સ્વ. ઘનશ્યામજીના ઘરે તેમના પરિવારને મળવા ગયા. જ્યારે તેને શો છોડવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, “શો છોડતી વખતે મારા પિતાજીની સર્જરી થઈ હતી. ત્યાં બીજી વસ્તુઓ હતી જે મારે જોવાની હતી. મારી પાસે જવાનાં અન્ય કારણો હતાં, પરંતુ હું તેના વિશે વાત કરવા માગતો નથી. તેણે ફરીથી શોમાં પરત ફરવા વિશે પણ કશું કહ્યું નહીં.

Hema Malini Tweet: ધર્મેન્દ્રના નિધનના ફેક ન્યૂઝ પર ભડક્યા હેમા માલિની, સોશિયલ મીડિયા પર આપી આવી માહિતી
Dharmendra Net Worth: સંઘર્ષથી કરોડો સુધી,ધર્મેન્દ્રએ ૫૧ થી શરૂ કરેલી સફર, આજે છે અધધ આટલા કરોડ ની સંપત્તિ ના માલિક
Dharmendra: ધર્મેન્દ્ર ના ૬ દાયકાના કરિયરનો દબદબો, ‘શોલે’ના ‘વીરુ’ પાત્રથી કેવી રીતે બન્યા બોલીવુડના ‘હી-મેન’!
Prem Chopra Hospitalized: બોલિવૂડ ના દિગ્ગ્જ અભિનેતા પ્રેમ ચોપડા હોસ્પિટલમાં દાખલ, જમાઈ એ આપ્યું તેમનું હેલ્થ અપડેટ
Exit mobile version