Site icon

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ની માધવી ભીડે છે રિયલ લાઈફમાં પણ બિઝનેસવુમન, અથાણાં અને પાપડથી નહીં આ બિઝનેસ માંથી કમાય છે કરોડો રૂપિયા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 23 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું દરેક પાત્ર છેલ્લા 13 વર્ષથી ચાહકોના દિલમાં રાજ કરી રહ્યું છે. સીરિયલમાં આત્મારામ તુકારામ ભીડેની પત્ની માધવી ભીડે અથાણાં અને પાપડનો બિઝનેસ કરે છે. પરંતુ, શું તમે જાણો છો કે માધવી ભીડે વાસ્તવિક જીવનમાં પણ એક સફળ બિઝનેસવુમન છે. તે તેના બિઝનેસ દ્વારા કરોડો રૂપિયા કમાય છે.

સોનાલિકા જોશી છેલ્લા 13 વર્ષથી માધવી ભીડેનું પાત્ર ભજવી રહી છે. સોનાલિકા જોશી એક સફળ બિઝનેસવુમન પણ છે. તે છેલ્લા ઘણા વર્ષોથી ડિઝાઇનિંગનો બિઝનેસ સંભાળી રહી છે. તે આ બિઝનેસમાંથી કરોડો રૂપિયા કમાય છે. શોમાં મિડલ ક્લાસ વુમનનો રોલ કરનારી સોનાલિકા રિયલ લાઈફમાં લક્ઝરી લાઈફ જીવે છે. આ સિવાય તે શો અને સ્પોન્સર્સ માંથી  પણ કમાણી કરે છે.સોનાલિકા જોશીએ મુંબઈના પોશ વિસ્તારમાં 3 BHK ફ્લેટ ખરીદ્યો હતો. આ ફ્લેટ ખરીદતા પહેલા સોનાલિકા જોશી પતિ સમીર જોશી અને પુત્રી આર્યા સાથે બોરીવલીમાં ભાડાના 1 BHK ફ્લેટમાં રહેતી હતી. સોનાલીકા જણાવે છે કે તેને વાસ્તુમાં ઘણી શ્રદ્ધા છે. તેથી જ ઘરમાં દરેક વસ્તુ તે મુજબ હાજર છે. મને મારું ઘર બહુ ગમે છે. અહીં મને હકારાત્મકતા મળે છે.સોનાલિકા જોશીને મોંઘી ગાડીઓ નો પણ શોખ છે. આલીશાન ઘર ઉપરાંત તેની પાસે અનેક લક્ઝરી ગાડીઓ નું કલેક્શન છે. સોનાલીકા પાસે 18 લાખની કિંમતના એમજી હેક્ટર, સ્વેન્કી મારુતિ અને ટોયોટા ઈટીઓસ જેવી  મોંઘી ગાડીઓ છે.

શાહ હાઉસમાં થશે માલવિકા ની એન્ટ્રી, સાથે જ થશે કાવ્યા ની હાલત બુરી, હવે કેવી રીતે સાચવશે અનુપમા પોતાના પરિવારને; જાણો સિરિયલ ના આગલા એપિસોડ વિશે

સોનાલિકાએ 5 એપ્રિલ 2004ના રોજ સમીર જોશી સાથે લગ્ન કર્યા હતા. તેઓને આર્યા જોશી નામની પુત્રી છે. તે અવારનવાર તેના પરિવાર સાથેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.આ સિવાય તે સેટ પરથી અને અવારનવાર તેના ફેન્સ માટે તેની સ્ટાઇલિશ તસવીરો શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર તેની ફેન્સની મોટી યાદી છે.

Zareen Khan Death: બોલિવૂડમાં શોકનું મોજું: અભિનેતા સંજય ખાનના પત્ની ઝરીન ખાનનું ૮૧ વર્ષની ઉંમરે નિધન
Katrina Kaif: કેટરિના કૈફ અને વિકી કૌશલ બન્યા માતા-પિતા, કપલ ના ઘરે થયું નાના મહેમાન નું આગમન
Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા’ના ‘સોઢી’ બન્યા બિઝનેસમેન! ટીવી છોડવાનું કારણ જણાવ્યું, ક્યારે કરશે શોમાં વાપસી?
Dil To Pagal Hai Awards: ૬ અભિનેત્રીઓએ રિજેક્ટ કરેલી શાહરુખની ‘દિલ તો પાગલ હૈ’ એ જીત્યા ૩ નેશનલ અને અધધ આટલા ફિલ્મફેર એવોર્ડ!
Exit mobile version