Site icon

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો માં માત્ર દયાબેન જ નહીં, આ એક્ટ્રેસ પણ છે વર્ષોથી ગાયબ! જાણો તે અભિનેત્રી વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 22 ફેબ્રુઆરી 2022         

Join Our WhatsApp Community

મંગળવાર

પ્રખ્યાત કોમેડી ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા ઘણા સમયથી લોકોનું મનોરંજન કરી રહી છે. આટલા વર્ષોની સફરમાં ઘણા પાત્રોએ શોને અલવિદા કહી દીધું છે અને ઘણા નવા ચહેરાઓએ તેમની જગ્યા લીધી છે. જો કે શોમાં જેઠાલાલની પત્ની દયાબેન એટલે કે દિશા વાકાણીની જગ્યા હજુ ખાલી છે, પરંતુ શું તમે જાણો છો કે માત્ર દયાબેન જ નહીં, પરંતુ આ શોનું એક બીજું પાત્ર પણ છે જે વર્ષોથી શોમાં જોવા મળ્યું નથી. તો આવો જાણીયે તે પાત્ર કોણ છે.

બધા જાણે છે કે શોના મુખ્ય પાત્ર દયાબેનનું પાત્ર છેલ્લા 4 વર્ષથી શોમાંથી ગાયબ છે, પરંતુ બહુ ઓછા લોકોએ જોયું હશે કે બાઘાની હાર્ટથ્રોબ બાવરી પણ છેલ્લા 2 વર્ષથી આ સિરિયલમાં જોવા મળી નથી. અભિનેત્રી મોનિકા ભદોરિયા 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બાવરીનું પાત્ર ભજવી રહી હતી.મોનિકા ભદોરિયા વર્ષ 2013માં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જોડાઈ હતી. શોમાં તે બાઘા એટલે કે તન્મય વેકરિયાની ગર્લફ્રેન્ડ તરીકે જોવા મળી હતી. શોની શરૂઆતમાં મોનિકાના આ પાત્રને દર્શકોએ પસંદ નહોતું કર્યું, પરંતુ થોડા એપિસોડ પછી તન્મય સાથેની તેની કેમેસ્ટ્રી દર્શકોને પસંદ આવી. તમને જાણીને નવાઈ લાગશે કે ઓડિશન પછી મોનિકા ભદોરિયાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બાવરીનો રોલ નકારી કાઢ્યો હતો. એક ઈન્ટરવ્યુ દરમિયાન આનું કારણ જણાવતા તેણે કહ્યું હતું કે 'તેને ખાતરી નહોતી કે આ પાત્ર દર્શકોને પસંદ આવશે અને આ કારણથી તેણે ના પાડી દીધી, પરંતુ બાદમાં તેણે પોતાનું મન બનાવીને પાત્ર અપનાવ્યું'. તમને જણાવી દઈએ કે, મોનિકા ભદોરિયા છેલ્લે 2019માં જોવા મળી હતી.

જ્યારે સૂરજ બડજાત્યાની પાર્ટીમાં,સલમાન ખાન થી નારાજ થયા હતા બોલિવૂડના દિગ્ગજ અભિનેતા રાજકુમાર, ગુસ્સામાં કહી હતી આવી વાત; જાણો શું હતો સમગ્ર મામલો

મોનિકા 6 વર્ષ સુધી શોમાં બાવરીનું પાત્ર ભજવતી રહી હતી , પરંતુ 2 વર્ષ પહેલા તેણે શોને અલવિદા કહી દીધું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોનિકા ઈચ્છતી હતી કે તેની ફીમાં વધારો કરવામાં આવે, પરંતુ જ્યારે મેકર્સે તેની વાત ન માની તો તેણે શો છોડી દીધો. અહેવાલ છે કે મેકર્સ હજુ પણ બાવરીના પાત્રને પરત લાવવાના મૂડમાં નથી. આ સિવાય દિશા વાકાણીના રોલ માટે મેકર્સ હજુ સુધી કોઈ સારા કલાકારને શોધી શક્યા નથી.

Oscar 2026: રેડ કાર્પેટ પર પ્રિયંકા ચોપરાનો ‘વ્હાઇટ જાદુ’! વ્હાઇટ ગાઉનમાં ગ્લેમરસ દેખાઈ એક્ટ્રેસ, નિક જોનસના હાથે બાંધેલા ‘રક્ષા સૂત્ર’ ની થઈ જોરદાર ચર્ચા
Ramayanam Casting Update: રણબીર કપૂરની ‘રામાયણમ્’ માં થયો મોટો ધડાકો! ‘પંચાયત’ ફેમ આ દમદાર એક્ટર ભજવશે કુંભકર્ણનો રોલ.
Rashmika Mandanna Effect: રશ્મિકાના રિસેપ્શન લુકે મૈસૂર સિલ્ક ઉદ્યોગમાં લાવી તેજી, દેશભરમાંથી ઓર્ડરનો વરસાદ; જાણો શું છે સાડીની વિશેષતા
Dhurandhar 2 Spoiler Alert: ધુરંધર 2 માં યામી ગૌતમની એન્ટ્રી? વાયરલ સ્ક્રીનશોટે મચાવ્યો હંગામો, જાણો એક્ટ્રેસ ના ‘સિક્રેટ રોલ’ પાછળનું સત્ય!
Exit mobile version