Site icon

રાજ અનડકટ (ટપ્પુ)નો હાથ પકડીને જોવામાં આવી હતી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની આ અભિનેત્રી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 25 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માટીવીની નંબર વન કૉમેડી સિરિયલ છે. આ સિરિયલ વર્ષોથી દર્શકોના દિલ પર રાજ કરી રહી છે. ચાહકોને આ સિરિયલની સરળ અને રમૂજી વાર્તા ગમે છે. ખાસ વાત એ છે કે આ વાર્તામાં જોવા મળેલાં પાત્રો પણ પોતાના શાનદાર અભિનયને કારણે ચાહકોમાં છવાયેલાં છે. સિરિયલમાં અભિનેત્રી મુનમુન દત્તા 'બબિતાજી'ના રોલમાં અને રાજ અનડકટ 'જેઠાલાલના પુત્ર ટપ્પુ'ના રોલમાં જોવા મળે છે. રાજ અને મુનમુન તેમની ડેટિંગ અફવાઓને કારણે ખૂબ જ ચર્ચામાં રહ્યાં છે. ભૂતકાળમાં ઘણા અહેવાલોએ દાવો કર્યો હતો કે રાજ અને મુનમુન એકબીજાને ડેટ કરી રહ્યાં છે. એ જ સમયે હવે બંનેની તસવીર બહાર આવી છે, જે ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં મુનમુન રાજનો હાથ પકડતી જોવા મળી રહી છે.

આ વાયરલ તસવીરમાં જોઈ શકાય છે કે રાજ અને મુનમુન કૅમેરા માટે પોઝ આપી રહ્યાં છે. આ તસવીરમાં અભિનેત્રી રાજનો હાથ પકડી રહી છે. દેખાવની વાત કરીએ તો મુનમુને પ્રિન્ટેડ શર્ટ અને સફેદ રંગનું જીન્સ પહેર્યું છે. આ સાથે તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને હળવો મેક-અપ કર્યો છે, જેમાં તે હંમેશની જેમ સુંદર દેખાય છે અને રાજ હૂડી પહેરેલો જોવા મળે છે. આ તસવીર પર ફેન્સ ઝડપથી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

અભિનેત્રી અનન્યા પાંડેને મોટો ઝટકો, આર્યન ડ્રગ્સ કેસમાં નામ સામે આવતા કરિયરને લાગી બ્રેક; આ ફિલ્મમાંથી થઈ બહાર

થોડા સમય પહેલાં મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરી હતી, જેમાં તેણે રાજ સાથેના તેના સંબંધોની અફવાઓને રદિયો આપ્યો હતો. એટલું જ નહીં, આ પોસ્ટમાં મુનમુને લખ્યું હતું કે હું સામાન્ય લોકોને કહેવા માગું છું … મને તમારી પાસેથી વધુ સારી અપેક્ષાઓ હતી, પણ તમે કૉમેન્ટ બૉક્સમાં જે ગંદકીનો વરસાદ કર્યો છે, એ કહેવાતા ભણેલા-ગણેલા લોકોએ પણ સાબિત કરી દીધું છે કે આપણે કેટલા પછાત છીએ. આ પોસ્ટમાં મુનમુન દત્તાએ એમ પણ લખ્યું હતું કે, તે પોતાને ભારતની પુત્રી કહેતાં શરમ અનુભવે છે.

Sushmita Sen birthday: સિલ્વર સ્ક્રીન થી દૂર હોવા છતાં શાનદાર જીવનશૈલી જીવી રહી છે સુષ્મિતા સેન, જાણો કેટલી અમીર છે 50 વર્ષની મિસ યુનિવર્સ
Jaya Bachchan and Waheeda Rehman: કામિની કૌશલ ની પ્રાર્થના સભામાં જયા બચ્ચન અને વહિદા રહમાન એ આપી હાજરી, દિગ્ગ્જ અભિનેત્રી ને આપી શ્રદ્ધાંજલિ
Shahrukh and Salman: સલમાન ખાન ના ગીત પર શાહરુખ ખાને લગાવ્યા ઠુમકા, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો
SS Rajamouli : ‘વારાણસી’ ટીઝર ઇવેન્ટમાં હનુમાનજી પર રાજામૌલીના નિવેદનથી વિવાદ, પોલીસ સુધી પહોંચી ફરિયાદ
Exit mobile version