Site icon

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માંથી શૈલેષ લોઢા ની એક્ઝિટ ની સાથે જ શોમાં થશે નવી એન્ટ્રી પોપટલાલ સાથે છે તેનું કનેક્શન

 News Continuous Bureau | Mumbai

લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Tarak Mehta ka oolta chashma)છેલ્લા કેટલાય વર્ષો થી દર્શકો નું મનોરંજન કરી રહી છે, આ સમય દરમિયાન શો ના ઘણા પાત્રોએ શો ને અલવિદા કહી દીધું છે. છેલ્લા સાડા ચાર વર્ષથી શોમાંથી દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણી (Disha vakani)આ શોમાંથી ગેરહાજર છે મેટરનિટી લિવ પર ગયા બાદ દયાભાભી શો માં પાછા નથી ફર્યા. આવા બીજા ઘણા પાત્રો એક પછી એક તારક મહેતાથી દૂર થતા ગયા. હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢાએ (Shailesh Lodha quit the show)પણ શોને અલવિદા કહી દીધું છે. દરમિયાન, એવી ચર્ચા છે કે શોમાં નવા પાત્રની એન્ટ્રી થવાની છે.

Join Our WhatsApp Community

તારક મહેતામાં એક નવું પાત્ર આવવાનું છે. જેનું કનેક્શન પોપટલાલ સાથે હશે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં, પોપટલાલ તરીકે પ્રેક્ષકોને હસાવનાર શ્યામ પાઠકની(Shyam pathak) પ્રેમિકા એન્ટ્રી થવાની છે, જેના માટે ખુશ્બુ પટેલની(Khushbu patel) પસંદગી કરવામાં આવી છે. પોપટલાલ ઘણા સમયથી શોમાં છોકરીની શોધ કરી રહ્યા હતા અને હવે લાગે છે કે તેમની શોધ પૂરી થવા જઈ રહી છે.બીજી તરફ શોમાં દયાભાભીની એન્ટ્રી થવાની પણ ચર્ચા છે. હાલમાં જ શોના નિર્માતા  અસિત મોદીએ (Asit Modi) શોમાં દયાબેનની એન્ટ્રી અંગે ખુલાસો કર્યો હતો કે દયાબેન ટૂંક સમયમાં શોમાં પરત ફરી શકે છે. જોકે, દિશા વાકાણી જ પરત ફરશે કે અન્ય કોઈ અભિનેત્રી દયાભાભી નો રોલ કરશે એના પર સસ્પેન્સ કાયમ છે. નિર્માતાઓ અનુસાર, આગામી થોડા દિવસોમાં, દર્શકો ફરી એકવાર શોમાં તેમના પ્રિય પાત્ર દયાબેનને જોઈ શકશે.

આ સમાચાર પણ વાંચો : સિદ્ધાર્થ શુક્લાના આ 2 મિત્રો બની શકે છે બિગ બોસ OTT 2 ના હોસ્ટ, ચાહકો ને મળશે એન્ટરટેઇન્મેન્ટ નો ડબલ ડોઝ

તમને જણાવી દઈએ કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણી (Disha vakani)ઘણા સમયથી શોથી દૂર છે. દિશા લગભગ સાડા ચાર વર્ષથી શોથી અંતર બનાવી રહી છે. હાલમાં જ દિશા વાકાણીએ તેના બીજા બાળકને (Disha vakani second time mother)જન્મ આપ્યો છે. જેની જાણકારી ખુદ અભિનેત્રીના પતિ અને ભાઈએ આપી છે. દિશાના ફેન્સ આ સમાચારથી ખૂબ જ ખુશ છે અને તેને સતત અભિનંદન આપી રહ્યા છે.

Navika Kotia: શ્રીદેવીની ઓન-સ્ક્રીન દીકરી નવિકા કોટિયા કરશે લગ્ન, કરોડપતિ બિઝનેસમેન સાથે બંધાયો સંબંધ
Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું કમબેક, ટપુના નિવેદનથી માહોલ ગરમાયો
Aishwarya Rai bachchan: શ્રી સત્ય સાઈ બાબાના શતાબ્દી સમારોહમાં ઐશ્વર્યા રાય બચ્ચન નું પ્રેરક સંબોધન: PM મોદીના આશીર્વાદ લીધા
120 Bahadur: ફરહાન અખ્તરની ફિલ્મ ‘120 બહાદુર’ મુશ્કેલીમાં, સેન્સર સર્ટિફિકેટ સામે દાખલ અરજી પર આ તારીખે થશે સુનાવણી
Exit mobile version