Site icon

તારક મહેતા માં દયાબેન પરત ન આવવાથી દર્શકો થયા ગુસ્સે- જાણો શો ના ટ્રોલિંગ પર નિર્માતા અસિત મોદીએ શું કહ્યું

 News Continuous Bureau | Mumbai 

ટીવી જગતના સુપરહિટ શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નો (TMKOC)ક્રેઝ આટલા વર્ષો પછી પણ લોકોમાં બરકરાર છે. આ શો હંમેશા TRP ચાર્ટમાં ટોપ પર રહ્યો છે. દરેક ઉંમરના લોકો આ શો જોવાનું પસંદ કરે છે. પરંતુ જ્યારથી દયાબેનના પાત્રે શોથી દૂરી બનાવી છે ત્યારથી દર્શકો તેની રાહ જોઈ રહ્યા છે. થોડા સમયથી એવી વાતો ચાલી રહી હતી કે શોમાં દયાબેનનું પાત્ર ટૂંક સમયમાં(Dayaben come back in show) પાછું આવવાનું છે, પરંતુ દરરોજ શો જોયા પછી દર્શકો નિરાશ થાય છે. જેના કારણે હવે શો પણ ટ્રોલ(troll) થવા લાગ્યો છે.

Join Our WhatsApp Community

તાજેતરમાં, જ્યારે શોના નિર્માતા અસિત મોદીને (Asit Modi)આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે અમે રાતોરાત શોમાં દયાબેનને પાછા નહીં મેળવી શકીએ. અમે હવે દયાબેનના પાત્રનું પુનરાગમન જબરદસ્ત રીતે બતાવવા માંગીએ છીએ, તેથી હવે અમે વાર્તા પર કામ કરી રહ્યા છીએ જેમાં સમય લાગી રહ્યો છે. તે જ સમયે, સોશિયલ મીડિયા (social media)પર શોની ટ્રોલિંગ પર અસિત મોદીએ કહ્યું કે હું તેનાથી સહમત છું કે, લોકો અમને અપશબ્દો કહી રહ્યા છે કેમ કે, તેઓ શૉ સાથે ઈમોશનલી અટેચ છે, અમે તેમના વિચારોનું સન્માન કરીએ છીએ, દયા ભાભી આવશે.જોકે, અમે નિશ્ચિત રૂપે ઈચ્છીએ છીએ કે દિશા દયાના રોલમાં પાછી આવે, અમે તેની સાથે જ દયાબેનના રૉલમાં ઓડિશન(audition) પણ લઇ રહ્યા છીએ. જો દિશા વાકાણી શૉમાં આવે છે, તો એ ખૂબ જ શાનદાર રહેશે કેમ કે, તે પરિવારની જેમ છે.''પણ હવે તેની વાપસી મુશ્કેલ લાગી રહી છે, તો અમે તેનું રિપ્લેસમેન્ટ(replacement) શોધી રહ્યા છે. એક મેકર તરીકે, હું ઈચ્છું છું કે, દયાબેન શૉમાં પાછા આવે, અમારા પ્રયત્નો ચાલી રહ્યા છે. આગામી થોડા મહિનાઓમાં દયા ભાભી પણ જોવા મળશે અને હજુ ઘણું બધું જોવા મળશે. 

આ સમાચાર પણ વાંચો : અચાનક બગડી ડેવિડ ધવનની તબિયત-જુગ જુગ જિયોના પ્રમોશનમાં થી ભાગ્યો પુત્ર વરુણ ધવન-જાણો કયા કારણોસર કર્યા તેમને હોસ્પિટલમાં એડમિટ

'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' નો જે લેટેસ્ટ પ્રોમો(TMKOC latest promo) સામે આવ્યો છે, તેના મુજબ આગામી 2 મહિનામાં દયાબેનની શૉમાં વાપસી થશે. જેઠાલાલે અલ્ટીમેટમ (ultimatam)આપ્યું છે, તેણે સુંદરને કહ્યું છે કે, જો 2 મહિનામાં દયાબેન પાછી નહીં આવી, તો તે ધરણા પર બેસશે. અસિત કુમાર મોદીએ પણ દયાબેનની વાપસીનો વચન આપ્યું છે, ત્યારે ફેન્સે દયાબેનને જોવા માટે બસ થોડી રાહ જોવાની જરૂરિયાત છે.

 

Tu Ya Main Trailer Out: શનાયા કપૂર અને આદર્શ ગૌરવની ફિલ્મનું ટ્રેલર લોન્ચ; મગરમચ્છના ટ્વિસ્ટ સાથે ૧૩ ફેબ્રુઆરીએ રિલીઝ થશે મૂવી
Dhurandhar 2: શું ‘ધુરંધર 2’ માં થશે વિકી કૌશલની એન્ટ્રી? જાણો વાયરલ થઈ રહેલા સમાચારનું સત્ય; મેકર્સના આ ખુલાસાથી ફેન્સમાં મચ્યો ખળભળાટ
Kareena-Saif at Jeh’s Annual Function: કરીના કપૂરે પુત્ર જેહના પરફોર્મન્સ પર આપી ફ્લાઈંગ કિસ; સોશિયલ મીડિયા પર વાયરલ થયો પટૌડી પરિવારનો ક્યુટ વીડિયો
Border 2 Banned in Gulf: ગલ્ફ દેશોમાં ‘બોર્ડર 2’ પર પ્રતિબંધથી ખળભળાટ! સાઉદી અને UAE એ કેમ દેખાડી લાલ આંખ? જાણો કરોડોના નુકસાન પાછળનું અસલી કારણ
Exit mobile version