Site icon

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના પ્રોડ્યુસરે જણાવ્યું સ્ટાર્સ ના અધવચ્ચે થી શો છોડી રહ્યા હોવાનું  મુખ્ય કારણ

News Continuous Bureau | Mumbai

ટીવીનો સુપરહિટ કોમેડી શો(comedy show) ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’(Tarak Mehta Ka Ooltah Chashma) છેલ્લા ઘણા સમયથી સતત વિવાદમાં છે. છેલ્લા ૧૪ વર્ષથી મનોરંજન(Entertainment) કરી રહેલા આ શોના દર્શકોના ઘણા મનગમતા સ્ટાર્સે શો છોડી દીધો છે. અચાનક પોતાના ફેવરેટ સેલેબ્સના(Favorite celebs) જવાથી દર્શક નિરાશ છે અને શોની ટીઆરપી(TRP) પણ ડાઉન થઈ ગઈ છે. આ દરમિયાન હાલમાં શોમાં નવા તારક મહેતાની એન્ટ્રી થઈ છે જેને દર્શકો પસંદ નથી કરી રહ્યા. આ રોલને હવે એક્ટર સચિન શ્રોફ(Actor Sachin Shroff) નિભાવી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા સારા લોકપ્રિય સ્ટાર્સે તારક મહેતા શો છોડી દીધો છે. તેના પછી ઘણી પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી હતી પરંતુ હવે શોના પ્રોડ્યુસર (Producer of the show) આસિત મોદીએ આ કલાકારોના જવા પાછળનું સાચું કારણ બધાની સામે રાખ્યું છે. 

Join Our WhatsApp Community

શોના પ્રોડ્યુસર આસિત મોદીએ(Asit Modi) સતત શો છોડીને જઈ રહેલા કલાકારોને લઈને પોતાનું મૌન તોડ્યું છે. મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં આસિત મોદીએ કહ્યું કે, અમે છેલ્લા ૧૪ વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યા છીએ અને ૧૫મા વર્ષમાં એન્ટ્રી કરી છે. આ વખતે અમે નવી કહાનીઓ અને આઈડિયા પર કામ કરી રહ્યા છે. મારા માટે મારી આખી ટીમ એક પરિવારની જેમ છે જ્યારે પણ કોઈ છોડીને જાય છે તો મને દુઃખ થાય છે. હું નથી ઈચ્છતો કે લોકો શો છોડીને જાય. પ્રોડ્યુસરે આગળ કહ્યું, તારક મહેતા શો કોઈ ડેલી સોપ નથી. દરેકની પોતાની જરૂરિયાત હોય છે. તેથી હું કોઈને દોષિત નથી ઠેરવતો. હું ક્યારેક તેમની જરૂરિયાતો પણ પૂરી કરી શકતો નથી.જીવનમાં બદલાવ જરૂરી છે અને આપણે આ બદલાવને પોઝિટિવ રીતે લઈને શોને અલવિદા કહી રહેલા લોકોને શુભેચ્છા અને આશીર્વાદ આપવા જાેઈએ. એટલું જ નહીં તારક મહેતા શોના પ્રોડ્યુસરે શોમાં નવા દયાબેનની એન્ટ્રી પર પણ વાત કરી. તેમણે જણાવ્યું કે, જૂની દયાબેન એટલે કે દિશા વાકાણીની શોમાં વાપસી થશે કે નહીં? આસિત મોદીએ કહ્યું, દયા ભાભીના રોલમાં વાપસી એક ક્યારેય ન સમાપ્ત થતી ચર્ચા જેવી બની ગઈ છે. દયાનો રોલ એવો છે કે શોના પ્રશંસકો આજે પણ તેને ભૂલી શક્યા નથી. દિશાએ શોને અલવિદા કહી દીધું છે પરંતુ લોકો આજે પણ દયાબેનની રાહ જાેઈ રહ્યા છે. હું તેમની ઘણી રિસ્પેક્ટ કરું છું. મેં આખા કોરાના કાળમાં તેમની રાહ જાેઈ હતી અને આજે પણ જાેઉં છું. જાે તે શોમાં વાપસી કરશે તો તે એક ચમત્કાર જ હશે. 

આ સમાચાર પણ વાંચો : કોફ વિથ કરણ ના ચેટ શો માં ગૌરી ખાને શાહરૂખ ખાનની ખરાબ આદતથી લઈને સુહાનાની ડેટિંગ સુધી કર્યા અનેક ખુલાસા

તમને જણાવી દઈએ કે તારક મહેતા શોમાંથી અત્યાર સુધી લીડિંગ સ્ટાર્સે(Leading stars) શોને અલવિદા કહી દીધું છે. જેમાં  શૈલેષ લોઢા(Shailesh Lodha), દિશા વાકાણી(Disha Vakani), રાજ અનડકટ(Raj Anadkat), મોનિકા ભદોરિયા(Monica Bhadoria), મિસ્ટર સોઢી ઉર્ફ ગુરુચરણ સિંહ અને અંજલી ભાભી ઉર્ફે નેહા મહેતાએ પણ શોને છોડી દીધો છે. 

Archana Puran Singh: અર્ચના પુરણ સિંહ ગંભીર બીમારીનો શિકાર, પુત્રએ સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ
Cheekatilo Trailer Released: શોભિતા ધુલીપાલાનો નવો ખતરનાક અંદાજ! ‘ચીકાટિલો’ માં પોડકાસ્ટર બની ઉકેલશે સીરીયલ કિલરના રહસ્ય, જુઓ હૃદયના ધબકારા વધારતું ટ્રેલર
Indian Idol 3 Winner Prashant Tamang Passes Away: પહાડોનો અવાજ શાંત થયો! પ્રશાંત તમાંગના નિધનથી દેશભરમાં શોક, પત્નીએ ખોલ્યું સિંગરના અચાનક વિદાયનું રહસ્ય
Toxic: યશની ‘ટોક્સિક’ ના ટીઝરથી મચ્યો હંગામો! બોલ્ડ સીન્સ જોઈ મહિલાઓ લાલઘૂમ, પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો મામલો
Exit mobile version