Site icon

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના આ દિગ્ગજ અભિનેતાને થયું કૅન્સર; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૪ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ 77 વર્ષીય નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયકને ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ગળામાં કૅન્સરની ગાંઠ હોવાનું સામે આવ્યું હતું. એ સમયે નટુકાકા 13 દિવસ હૉસ્પિટલમાં રહ્યા હતા અને આ સમયે ઑપરેશન દ્વારા ગળામાંથી 8 ગાંઠ બહાર કાઢવામાં આવી હતી. ઑપરેશન બાદ નટુકાકાએ રેડિયેશન તથા કિમોથેરપી લીધી હતી. હાલમાં જ નટુકાકાના દીકરા વિકાસ નાયકે સોશિયલ મીડિયામાં કૅન્સરે ઊથલો માર્યો હોવાની વાત કરી હતી. વિકાસ નાયકની સોશિયલ મીડિયા પોસ્ટ પ્રમાણે, ગયા સપ્ટેમ્બર મહિનામાં નટુકાકાનું કૅન્સરનું ઑપરેશન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ રેડિયેશનના 30 તથા કિમોના પાંચ સેશન લીધા હતા. ઑક્ટોબર મહિના સુધી નટુકાકાની કૅન્સરની સારવાર ચાલી હતી.

આ સારવારના છ મહિના બાદ નટુકાકાનું પેટ સ્કૅન કરાવવામાં આવ્યું હતું. આ ટેસ્ટમાં નટુકાકાને ગળામાં જ્યાંથી આઠેક ગાંઠો બહાર કાઢી હતી ત્યાં ફરી વાર એકાદ-બે સ્પૉટ જોવા મળ્યા હતા. આટલું જ નહીં, ફેફસાંમાં પણ એક-બે નવા શંકાસ્પદ સ્પૉટ દેખાયા હતા. આ કૅન્સરના જ સ્પૉટ હોવાનું પછીથી નિદાન થયું હતું અને એ માટે કિમોથેરપી ફરી એક વાર કરવી પડશે, એમ ડૉક્ટર્સે જણાવ્યું હતું.

મિકા સિંહ અને KRK વચ્ચેનો વિવાદ વધુ વકર્યો; યુટ્યુબ ચૅનલ કરી બ્લૉક; જાણો વિગત

ગયા સપ્ટેમ્બર મહિનામાં જ ગળાની ગાંઠનું ઑપરેશન નટુકાકાએ કરાવ્યું હતું. ઑપરેશન દરમિયાન આઠ ગાંઠ બહાર કાઢવામાં આવી. ત્રણ મહિનાથી સતત કૅન્સરની ટ્રીટમેન્ટ તેમણે લીધી હતી, જે બાદ હવે તેમના સ્વાસ્થ્યમાં ઘણો જ સુધારો જોવા મળ્યો છે. નવ મહિનાના લાંબ અંતરાલ બાદ નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયકે શોનું શૂટિંગ કર્યું છે.

De De Pyaar De 2 Review: તમે પણ વિકેન્ડ માં દે દે પ્યાર દે ર જોવા નું વિચારી રહ્યા છો તો ટિકિટ બુક કરાવતા પહેલા વાંચી લો ફિલ્મ નો રીવ્યુ
Dharmendra ICU Video Leak: ધર્મેન્દ્રનો ICU વીડિયો વાયરલ કરનાર હોસ્પિટલ સ્ટાફની ધરપકડ, પ્રાઇવસી ભંગ બદલ પોલીસની કાર્યવાહી
Jaya Bachchan: ફરી પાપારાઝી પર ગુસ્સે થઇ જયા બચ્ચન, ફોટો લેવા ને લઈને કહી આવી વાત
Dharmendra Health: ધર્મેન્દ્રની તબિયત નાજુક હોવા છતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કેમ? ડોક્ટરે કર્યો ખુલાસો
Exit mobile version