News Continuous Bureau | Mumbai
દેશનો ફેવરિટ કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (TMKOC)આ દિવસોમાં તેની સ્ટારકાસ્ટ ને લઇ ને વધુ વિવાદોમાં છે. હાલ માં જ આવેલા દિશા વાકાણી એટલે કે 'દયાબેન' ના વાપસીના સમાચારે, બધાને ચોંકાવી દીધા હતા. દર્શકો ચોંકી ગયા જ્યારે તેમને ખબર પડી કે હવે દયાના (Dayabhabhi)પાત્રમાં અન્ય કોઈ જાેવા મળશે, આ સાથે જ દિશા વાકાણીના પરત ફરવાના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા હતા. હવે આ શોની એક અભિનેત્રીએ દિશા(Disha Vakani) વિશે ગંભીર ખુલાસો કર્યો છે, તેણે કહ્યું કે તમારી દયાબેન ખરેખર તે નથી જે તમે સ્ક્રીન (screen)પર જુઓ છો.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (TMKOC)માં રીટા રિપોર્ટરનું (Rota reporter)પાત્ર ભજવનાર પ્રિયા આહુજાએ આપેલા એક ઈન્ટરવ્યુમાં કેટલાક ખુલાસા કર્યા છે. તેણે કહ્યું, "દિશા વાકાણી બિલકુલ દયાબેન જેવી નથી. તેના બદલે દિશા દયાબેન થી તદ્દન વિપરીત(opposite) છે. તે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં બેલેન્સ(balance) બનાવીને ચાલે છે. હાલમાં તેણે એક પુત્રને જન્મ આપ્યો છે. અને હવે તે તેની સંભાળ રાખી રહી છે. લીડ સ્ટાર દિશા વાકાણી ઉર્ફે દયાબેન અને તેની સાથે કામ કરવાના અનુભવ વિશે પૂછવામાં આવ્યું ત્યારે પ્રિયાએ કહ્યું, તે ખૂબ જ સુંદર વ્યક્તિ છે અને તેનું પાત્ર તારક મહેતામાં(TMKOC) તેને જે રીતે રજૂ કરે છે તેનાથી તદ્દન વિરુદ્ધ છે. તે પોતાના વાસ્તવિક જીવનમાં ઘણી શાંત છે, અને જ્યારે પણ તે વાત કરે છે તો અમે તેને ધ્યાનથી સાંભળીએ છીએ કે તે શું કહી રહી છે. તે વાસ્તવિક જીવનમાં એક ડેલી સોપ(daily soap) ટાઈપની વહુ છે. તે આદર્શ વ્યક્તિ છે.
આ સમાચાર પણ વાંચો : મિર્ઝાપુર 3ના સેટ પરની તસવીરો થઇ લીક-જોવા મળ્યો ગુડ્ડુ ભૈયાનો ખૌફનાક લૂક-જુઓ ફોટોગ્રાફ્સ
પ્રિયાએ વધુ માં કહ્યું કે, માતા (motherhood)બનવું પડકારજનક છે. તે મેં અત્યાર સુધી ભજવેલી સૌથી પડકારજનક ભૂમિકા છે. ભલે તમે પરેશાન હો, તમે ખુશ હો અથવા તમે જે પણ મૂડમાં હો, તમારે તમારા બાળક માટે બદલવું પડશે. તેથી તમારે તે કરવું પડશે જે તમારું બાળક ઈચ્છે છે. તમને જણાવી દઈએ કે, પ્રિયા આહુજાએ (Priya Ahuja)શોના ડાયરેક્ટરની સાથે લગ્ન કર્યા છે અને તે બંનેને એક દીકરો પણ છે.