‘ટાર્ઝન: ધ એપિક એડવેન્ચર્સ’માં ટાર્ઝનનો રોલ પ્લે કરનારા જો લારાએ દુનિયાને અલવિદા કહ્યું છે.
58 વર્ષીય અમેરિકન એક્ટર જો લારા અને તેની 66 વર્ષીય પત્ની ગ્વેન શમ્બિલન લારા સહિત પ્લેનમાં સવાર 7 લોકોનું એક પ્લેન ક્રેશમાં અવસાન થયું છે.
અમેરિકાના નેશવિલ શહેરમાં એક તળાવ પાસે તેમનું પ્લેન ક્રેશ થયું હતું અને પોલીસ હવે દુર્ઘટનાનું કારણ તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે જો લારાએ વર્ષ 1989માં આવેલી ટાર્ઝન ઈન મેનહેટનમાં ટાર્ઝનનો રોલ પ્લે કર્યો હતો. એ પછી તેમણે 1996થી 1997 દરમિયાન ટીવી સિરીઝ ‘ટાર્ઝન: ધ એપિક એડવેન્ચર્સ’માં કામ કર્યું હતું.
