Site icon News Continuous Bureau | Mumbai

શું હવે રણબીર-આલિયા ના લગ્ન નું રિસેપ્શન નહિ થાય? માતા નીતુ કપૂરે કર્યો આ ખુલાસો

News Continuous Bureau | Mumbai

ગુરુવારનો દિવસ કપૂર અને ભટ્ટ પરિવાર(Kapoor-Bhatt family) માટે કાયમ માટે યાદગાર દિવસ બની ગયો છે.રણબીર કપૂર અને આલિયા ભટ્ટના(Ranbir-Alia wedding)14 એપ્રિલે(14 April)  લગ્ન થઈ ગયા છે. હવે બે પરિવાર કાયમ માટે એક થઈ ગયા છે.કપલે મીડિયા(Media) સામે આવીને તેમના લગ્નનો લુક બતાવ્યો છે. લગ્નના મહેમાનો પણ એક પછી એક વિદાય લઈ રહ્યા છે. અને હવે આલિયા અને રણબીર તેમની નવી ઇનિંગ શરૂ કરવા માટે તૈયાર છે. હવે એવી માહિતી સામે આવી રહી છે કે તેમના લગ્નનું રિસેપ્શન (Reception)થવાનું નથી.આ વાતની પુષ્ટિ ખુદ નીતુ કપૂરે (neetu Kapoor)કરી છે.

Join Our WhatsApp Channel

લગ્નની તમામ વિધિઓ પૂરી થયા બાદ નીતુ કપૂર(Neetu Kapoor) પુત્રી રિદ્ધિમા(riddhima) અને જમાઈ ભરત સાહની(Bharat Sahani) મીડિયા સામે આવ્યા હતા.  તેણે પાપારાઝીનો (Paparazi)આભાર માન્યો અને આલિયા અને રણબીર (Ranbir-Alia) માટે ઘણો પ્રેમ પણ વરસાવ્યો. આ સિવાય જ્યારે તેમને રિસેપ્શન(reception) વિશે પૂછવામાં આવ્યું તો તેમણે સ્પષ્ટ કર્યું કે કોઈ રિસેપ્શન થવાનું નથી. ઉલટાનું તેણે કહ્યું કે બધું થઈ ગયું છે અને હવે તમે આરામથી ઘરે જઈને સૂઈ જાઓ.જ્યારથી લગ્નને લઈને ‘વાસ્તુ’(Vastu) માં હલચલ મચી ગઈ હતી ત્યારથી મીડિયા(Media) અહીં એકત્ર થઈ ગયું હતું. તે દર્શકોને સતત દરેક અપડેટ આપી રહ્યા હતા. અને રણબીર-આલિયા(Ranbir-Alia) ની  એક ઝલક મેળવવા માટે આતુર હતા.  લગ્ન બાદ આલિયા અને રણબીર મીડિયાની સામે આવ્યા અને અહીં જે થયું તે જોઈને ભારે હોબાળો મચી ગયો હતો.

આ સમાચાર પણ વાંચો : શું પ્રેગ્નન્ટ છે કેટરિના કૈફ? અભિનેત્રી નો એરપોર્ટ લૂક જોઈ નેટિઝન્સ લગાવી રહ્યા છે અનુમાન; જુઓ વિડિયો, જાણો વિગત

નીતુ કપૂરે જ આલિયા અને રણબીરના લગ્નની(Ranbir-Alia wedding) તારીખ કન્ફર્મ કરી હતી. હવે એવું માનવામાં આવે છે કે રણબીર અને આલિયા (Ranbir-Alia)ખરેખર રિસેપ્શન પાર્ટી (reception party)નહીં આપે. આ સાંભળીને ચાહકો ચોંકી ગયા હશે. કારણ કે રિસેપ્શનમાં (reception)બોલિવૂડ સેલેબ્સને(bollywood celebs) ગ્લેમરસ અંદાજમાં જોવાની તેમની ઈચ્છા અધૂરી જ રહેશે. જણાવી દઈએ કે લગ્ન બાદ આલિયા અને રણબીરે કેક કાપી અને એકબીજાને શેમ્પેન ખોલીને સેલિબ્રેશન કર્યું હતું.

Swara Bhasker Slams Priyanka Chahar Choudhary ગુસ્સામાં પ્રિયંકા ચાહર ચૌધરી પર ભડકી સ્વરા ભાસ્કર કહ્યું ‘મેકઅપ અને મોંઘા કપડાં અંદરની કદરૂપતા છુપાવી શકતા નથી’
Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Kiara Advani Announces Second Pregnancy ‘બ્લેસિડ વન્સ અગેઇન…’ ‘ટોક્સિક’ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બીજી પ્રેગ્નન્સીની કરી સત્તાવાર જાહેરાત!
Exit mobile version