Site icon News Continuous Bureau | Mumbai

બોલિવૂડ ના આ સેલેબ્સ વાસ્તવિક જીવનમાં કરી ચૂક્યા છે ભૂતનો સામનો, તેમની આપવીતી વાંચી ને તમારા રુંવાડા ઉભા થઇ જશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 નવેમ્બર  2021

Join Our WhatsApp Channel

ગુરૂવાર

આપણે એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં આપણામાંથી ઘણા ભૂત કે અલૌકિક શક્તિઓમાં માનતા નથી. આધુનિક સમયમાં આવી બાબતો માત્ર એક અંધવિશ્વાસ લાગે છે, પરંતુ દુનિયામાં એવા ઘણા લોકો છે જેમણે વાસ્તવિકતામાં આવી ભયાનક ઘટનાઓનો અનુભવ કર્યો છે, જેના કારણે તેઓ ભૂત-પ્રેતમાં વિશ્વાસ કરવા માટે બંધાયેલા છે. આજે અમે તમને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના કેટલાક એવા ફેમસ સ્ટાર્સ વિશે જણાવીશું જેઓ રિયલ લાઈફમાં ભૂતનો સામનો કરી ચૂક્યા છે. આ જ કારણ છે કે તેઓ આજે પણ ભૂત-પ્રેતથી ડરે છે અને આવી ઘટનાઓમાં વિશ્વાસ રાખે છે.

રણવીર સિંહ

રણવીર સિંહ દીપિકા પાદુકોણ સાથે બાજીરાવ મસ્તાનીનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તેને ફિલ્મના સેટ પર પેશવા બાજીરાવની હાજરીનો અહેસાસ થયો. આ વાત અભિનેતાએ પોતે એક ઈન્ટરવ્યુમાં કહી હતી. તેણે કહ્યું, "તે ખૂબ જ વિચિત્ર અનુભવ હતો અને હું સંપૂર્ણપણે સ્તબ્ધ થઈ ગયો હતો. મને તે શૂટિંગના સૌથી મુશ્કેલ દિવસો પૈકીના એક તરીકે યાદ છે. મને લાગ્યું કે મને કોઈક પ્રકારની હાજરીનો અનુભવ થયો અને કેટલાકે મને કહ્યું કે તે બાજીરાવ છે… હું શૂટિંગના તે દિવસે આ રોલ માટે સખત મહેનત કરી રહ્યો હતો. સેટ પર એક કાળી દિવાલ હતી જેના પર થોડી સફેદ ધૂળ જામી હતી અને બાજીરાવની આકૃતિના આકારમાં એક પેટર્ન બનાવવામાં આવી હતી. તેને પાઘડી, આંખ, નાક, મૂછ અને હાથ હતા.

વરુણ ધવન

વરુણ ધવન એબીસીડી 2 ની ટીમ સાથે એક હોટેલમાં રોકાયો હતો જ્યાં સંજોગો વશ સુપ્રસિદ્ધ ફ્રેન્ક રહેતો હતો અને તે રહેવા માટે તેની પ્રિય હોટેલ હતી. વરુણ એવા સ્યુટમાં રહેતો હતો જેને અમેરિકનો ભૂતિયા માને છે એવું કહેવાય છે કે દિવસભરના થાક પછી જ્યારે વરુણ પોતાના રૂમમાં સૂઈ રહ્યો હતો ત્યારે તેણે કેટલાક વિચિત્ર અવાજો સાંભળ્યા અને દરવાજો ખુલવા નો અવાજ આવ્યો. પોતાનો અનુભવ શેર કરતા, અભિનેતાએ કહ્યું, "સ્યુટ ચોક્કસપણે ભૂતિયા હતો કારણ કે રાત્રે હું કોઈને ગાતા સાંભળી શકતો હતો અને દરવાજા આપ મેળે ખુલી જતા હતા."

ગોવિંદા

ગોવિંદા પણ ભૂતનો સામનો કરી ચૂક્યા છે. એવું કહેવાય છે કે તે કોઈ પહાડી વિસ્તારમાં એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો અને એક હોટલમાં રોકાયો હતો. મધ્યરાત્રિએ તે સૂતો હતો ત્યારે અચાનક તેની આંખ ખુલી તેણે એક મહિલાને તેની છાતી પર બેઠેલી જોઈ અને એટલું જ નહીં, જ્યારે તે હોશમાં આવ્યો, ત્યારે રૂમ અસ્તવ્યસ્ત લાગતો હતો.

નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકી અને બિપાશા બાસુની હોરર ફિલ્મ ‘આત્મા – ફીલ ઈટ અરાઉન્ડ યુ’ ના શૂટિંગ દરમિયાન ઘણી ડરામણી ઘટનાઓ બની, જેનાથી ટીમ આઘાતમાં આવી ગઈ. ટીમના કલાકારો અને ક્રૂએ એક દ્રશ્યના શૂટિંગ દરમિયાન એક મહિલાને ગાતી સાંભળી હતી, પરંતુ જ્યારે તેઓએ રેકોર્ડિંગ વગાડ્યું ત્યારે કોઈ પણ મહિલાને ગાતી સાંભળી ન હતી.

નીલ નીતિન મુકેશ

ફિલ્મ ‘3G’  ના શૂટિંગ દરમિયાન, ટીમના એક ક્રૂ મેમ્બરે કહ્યું કે તેઓએ તેમની બાજુમાં કોઈને ઉભેલા જોયા જે પાછળથી તેમની પાસેથી પસાર થયા. પોતાનો અનુભવ શેર કરતાં નીલે કહ્યું, “અમે એવા લોકેશન પર શૂટિંગ કરી રહ્યા હતા જે દેખીતી રીતે ભૂતિયા હોવાનું માનવામાં આવે છે. શૂટ દરમિયાન અમારા યુનિટનો એક છોકરો દોડતો આવ્યો અને ફરિયાદ કરી કે કોઈ તેની બાજુમાં ઊભું છે. અને તેની પાસેથી બરાબર પસાર થયો. પહેલા તો અમને લાગ્યું કે તે મજાક કરી રહ્યો છે પરંતુ જ્યારે તેણે આખી વાત કહી અને અમને ખબર પડી ત્યારે અમારા રૂંવાડા ઉભા થઇ ગયા.

AR રહેમાનની દીકરી ખતિજા રહેમાને તેના પિતાનું માથું ગર્વથી ઊંચું કર્યું, જીત્યો આટલો મોટો એવોર્ડ; જાણો વિગત

Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Salman Khan Bigg Boss Hosting આ અઠવાડિયે ‘બિગ બોસ’ હોસ્ટ નહીં કરે સલમાન ખાન આ અભિનેતા સંભાળશે ‘વીકેન્ડ કા વાર’ની કમાન…
Exit mobile version