Site icon News Continuous Bureau | Mumbai

બોલિવૂડ ની જેમ હવે ટેલિવિઝિન ઇન્ડસ્ટ્રી માં પણ ગૂંજશે લગ્નની શરણાઈ, ટીવી ની આ અભિનેત્રીઓ ટૂંક સમયમાં બનવા જઈ રહી છે દુલ્હન; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 નવેમ્બર  2021

Join Our WhatsApp Channel

ગુરૂવાર

2021 નું વર્ષ વિદાય  લઇ રહ્યું છે અને 2022 દસ્તક આપવાનું છે. આવી સ્થિતિમાં, ઘણી ટીવી અભિનેત્રીઓ પણ પોતાનું ઘર વસાવવાના સપના જોઈ રહી છે. આજે અમે તમને એવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે જલ્દી લગ્ન કરી શકે છે.  

મૌની રોયઃ

ટીવી શો ‘દેવોં કે દેવ મહાદેવ’ અને ‘નાગિન’ દ્વારા પોતાની ઓળખ બનાવનાર મૌની રોય 2022માં લગ્ન કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે જાન્યુઆરી 2022માં તેના દુબઈ સ્થિત બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરી શકે છે.

અંકિતા લોખંડેઃ

ટીવી શો ‘પવિત્ર રિશ્તા’ થી પ્રસિદ્ધિ મેળવનારી અંકિતા લોખંડે પણ ટૂંક સમયમાં સ્થાયી થવાના સમાચારને કારણે ચર્ચામાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અંકિતા બોયફ્રેન્ડ વિકી જૈન સાથે 12, 13, 14 ડિસેમ્બરના રોજ લગ્ન કરશે, જોકે અભિનેત્રીએ હજુ સુધી આ સમાચાર પર કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી.

શ્રદ્ધા આર્યા:

ટીવી એક્ટ્રેસ શ્રદ્ધા આર્યાને ‘કુંડળી ભાગ્ય’ સિરિયલથી સફળતા મળી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે આ મહિને એટલે કે 16 નવેમ્બર 2021ના રોજ દિલ્હીમાં તેના બોયફ્રેન્ડ સાથે સાત ફેરા લેવા જઈ રહી છે.

દેવોલીના ભટ્ટાચારજીઃ

‘બિગ બોસ 13’ માં જોવા મળેલી દેવોલીનાએ તાજેતરના એક ઈન્ટરવ્યુમાં પણ સંકેત આપ્યો છે કે તેના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિનો પ્રવેશ થયો છે અને તે 2022માં લગ્ન કરવાનું વિચારી રહી છે.

બોલિવૂડ ના આ સેલેબ્સ વાસ્તવિક જીવનમાં કરી ચૂક્યા છે ભૂતનો સામનો, તેમની આપવીતી વાંચી ને તમારા રુંવાડા ઉભા થઇ જશે

Dekh Bhai Dekh Amitabh Bachchan દૂરદર્શનની આ સુપરહિટ સિરિયલ જોઈને ખુરશી પરથી નીચે પડી ગયા હતા અમિતાભ બચ્ચન, દિગ્દર્શકે જણાવ્યો અજાણ્યો કિસ્સો
Ramayan Advance Booking રણબીર કપૂરની ‘રામાયણ’નું બોક્સ ઓફિસ પર તોફાન, પહેલા જ દિવસે એડવાન્સ બુકિંગમાં ૪ કરોડથી વધુની કમાણી
Ranveer Singh Dhurandhar Promotion રણવીર સિંહે કેમ નહોતું કર્યું ‘ધુરંધર’નું પ્રમોશન? માર્કેટિંગ હેડે હવે કર્યો મોટો ખુલાસો
Ranbir Kapoor Ramayana Tax Free રણબીર કપૂરની મેગા બજેટ ફિલ્મ ‘રામાયણ’ ટેક્સ ફ્રી જાહેર, વિજયાદશમીના પર્વે કરાઈ મોટી જાહેરાત
Exit mobile version