Site icon

ટ્વિંકલ ખન્ના પોતાની નાનીની કહાની લાવી રહી છે દુનિયાની સામે, આ બુક પર આધારિત છે ફિલ્મ

News Continuous Bureau | Mumbai

ટ્વિંકલ ખન્ના (Twinkle Khanna) ભલે ફિલ્મોમાં સક્રિય ન હોય પરંતુ તેના પુસ્તકોને કારણે ચર્ચામાં રહે છે. રાજેશ ખન્ના (Rajesh Khanna) અને ડિમ્પલ કાપડિયા (Dimple kapadia) જેવા દિગ્ગજ કલાકારોની પુત્રી ટ્વિંકલે પણ પોતાની કારકિર્દીની શરૂઆત અભિનેત્રી (Actress) તરીકે કરી હતી પરંતુ થોડા સમય પછી તે ફિલ્મોથી દૂર થઈ ગઈ અને લેખક બની ગઈ. ટ્વિંકલના પતિ અને બોલિવૂડ ખેલાડી અક્ષય કુમાર (Akshay Kumar) માટે સારા સમાચાર છે કે તેની પત્ની દ્વારા લખવામાં આવેલી વાર્તા પર એક ફીચર ફિલ્મ બનવા જઈ રહી છે.ટ્વિંકલ ખન્નાએ તેની આખી ફિલ્મ ટીમ સાથે એક ગ્રુપ ફોટો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું 'હુરે..એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ, એલિપ્સિસ એન્ટરટેઈનમેન્ટ અને મિસિસ ફનીબોન્સ મૂવીઝ મારી ટૂંકી વાર્તા સલામ નોની આપા' પર ફિલ્મ બનવા જઈ રહી છે.

Join Our WhatsApp Community

ટ્વિંકલ ખન્નાએ (Twinkle Khanna)આગળ લખ્યું, 'આ ફિલ્મ ખૂબ જ ખાસ છે કારણ કે હું તેમાં મારા કેટલાક ખાસ પ્રતિભાશાળી મિત્રો સાથે કામ કરી રહી છું. 'સલામ નોની આપા' (salam noni appa) મારી નાની  અને તેમની બહેનની વાર્તા છે. હું મારી જાતને નસીબદાર માનું છું કે મારી નાની તેને જોઈ શકશે અને મને ખાતરી છે કે તે ફિલ્મમાં આ વાર્તા જોઈને દંગ રહી જશે. અભિનેત્રીની આ પોસ્ટ પર તાહિરા કશ્યપ (Tahira kashyap) સહિત ઘણા સેલેબ્સે અભિનંદન પાઠવ્યા છે.ફિલ્મની વાર્તા ટ્વિંકલ ખન્નાની બેસ્ટ સેલિંગ બુક 'ધ લિજેન્ડ ઓફ લક્ષ્મી પ્રસાદ' (The legeng of laxmi prasad) પરથી લેવામાં આવી છે. સોનલ ડબરાલ (Sonal Dabral)આ ફિલ્મનું નિર્દેશન કરશે. એડ ઈન્ડસ્ટ્રીના જાણીતા  ડાયરેક્ટર સોનલ આ ફીચર ફિલ્મથી ફિલ્મ ડિરેક્શનની દુનિયામાં પગ મુકી રહ્યા  છે. કોમિક રોમાંસની વાર્તા સ્ટીરિયોટાઇપને તોડતી જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો: કરણ જોહરનો ચેટ શો ‘કોફી વિથ કરણ’ થવા જઈ રહ્યો છે ઓન એર , પહેલીવાર સાથે જોવા મળી શકે છે આ યુગલ

ફિલ્મના દિગ્દર્શક સોનલ ડબરાલ (Sonal Dabral) કહે છે કે ટ્વિંકલ ખન્નાની આ વાર્તા પ્રગતિશીલ હોવાની સાથે સાથે રમૂજથી પણ ભરપૂર છે. મારા માટે આનાથી વધુ સારી ડેબ્યૂ (debut) કોઈ હોઈ શકે નહીં. હું પણ આ વાર્તાને પડદા પર લાવવા માટે ઉત્સાહિત છું. મને આશા છે કે આ વાર્તા લોકોને પ્રેરિત કરશે અને તેમને ફિલ્મ ગમશે. બીજી તરફ,એલિપ્સિસ એન્ટરટેઈનમેન્ટ( Ellipsis Entertainment) ના તનુજ ગર્ગ અને અતુલ કસબેકર પણ આ ભાગીદારીથી ઘણા ખુશ છે. દર્શકોને એક રસપ્રદ વાર્તા જોવા મળશે.

Varanasi Movie Cast Fees: વારાણસી’ માટે પ્રિયંકા ચોપરા એ વસુલ કરી અધધ આટલી ફી, જાણો મહેશ બાબુએ શું કરી ડીલ
Prem Chopra: ધર્મેન્દ્ર બાદ હવે પ્રેમ ચોપરા પણ થયા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, જાણો હવે કેવી છે તેમની તબિયત
Dharmendra 90th Birthday: ધર્મેન્દ્ર નો 90 મોં જન્મદિવસ હશે ખાસ, અભિનેતા ના આ દિવસ ને યાદગાર બનાવવા પરિવાર કરી રહ્યો છે આવી ખાસ તૈયારી
Sholay Re-Release: ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે…’આટલી સ્ક્રીન પર રિલીઝ થશે ‘શોલે’, જાણો ક્યારે અને ક્યાં જોશો!
Exit mobile version