Site icon

‘નાગિન 6’ માં ઉર્વશી ધોળકિયાનું પાત્ર આવા પ્રકારનું હશે, અભિનેત્રીએ પોતે જ કર્યો ખુલાસો ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 12 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Community

શનિવાર

અભિનેત્રી ઉર્વશી ધોળકિયા એકતા કપૂરની નાગિન 6 સાથે ફિક્શનમાં પાછી ફરવા માટે તૈયાર છે જેનું પ્રીમિયર 12 ફેબ્રુઆરીએ થશે. નાગિન 6માં ઉર્વશી ધોળકિયા મહત્વની ભૂમિકામાં જોવા મળશે. તે છેલ્લે ચંદ્રકાંતા – એક માયાવી પ્રેમ સાગામાં ફિક્શન સ્પેસમાં જોવા મળી હતી. હવે તેની વાપસીને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. અભિનેત્રીએ નાગિન 6 માં તેના પાત્ર વિશે ખુલાસો કર્યો.

એક ન્યૂઝ પોર્ટલ  સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં ટીવી સ્ક્રીન પર તેના વાપસી વિશે વાત કરતાં ઉર્વશીએ કહ્યું, "ફિકશનમાં પાછા જવું હંમેશા સારી વાત છે, પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે યોગ્ય રીતે  પાછા જવું." નાગિન કેવી રીતે મળી  તે યાદ કરતાં, ઉર્વશીએ જણાવ્યું કે "જ્યારે મને નાગીનની ઓફર કરવામાં આવી ત્યારે હું આ ભૂમિકા માટે સંમત થઈ ગઈ હતી કારણ કે નાગિન હાલમાં ટેલિવિઝન પરની સૌથી મોટી અલૌકિક ફ્રેન્ચાઈઝીઓમાંની એક છે. ઉપરાંત, મને ખાતરી છે કે જો એકતાએ મને આ ભૂમિકા માટે પસંદકરી છે તો ,તેના મગજમાં ચોક્કસપણે કંઈક નક્કર હશે.."ઉર્વશીએ વધુ માં જણાવ્યું  કે તે એકતાના પ્રોડક્શન હાઉસ સાથે કામ કરીને ઘર જેવો જ અનુભવ કરે છે.  તેણે કહ્યું, 'બાલાજી મારું હોમ ગ્રાઉન્ડ છે. તમે તેને એકતા અને બાલાજી ટીમ સાથેનું કર્મ અને લૌકિક કનેક્શન કહી શકો છો. અમે બધા એકબીજાને સારી રીતે સમજીએ છીએ અને તેની સાથે ફરી કામ કરવું ખૂબ જ સારું છે. અમારું એકબીજા સાથે એટલું મજબૂત બંધન છે કે શરૂઆતમાં જ્યારે મારું પાત્ર સંપૂર્ણ રીતે દર્શાવવામાં આવ્યું ન હતું, ત્યારે પણ મને એકતા અને  તેની ટીમમાં વિશ્વાસ હતો કે તેઓ ખાતરી કરશે કે આ એક અસાધારણ ભૂમિકા છે."

આલિયા ભટ્ટે રણબીર સાથેના લગ્નને લઈને કર્યો મોટો ખુલાસો, કહી આ વાત; જાણો વિગત

નાગિન 6 માં તેના પાત્ર વિશે, ઉર્વશીએ કહ્યું, “તે ખૂબ જ નમ્ર છે. તે એક મંત્રીની પત્નીની ભૂમિકા ભજવશે જેની પાસે વર્ગ, પૈસા હશે અને તે તેની પુત્રીઓની સંભાળ રાખતી માતા હશે. હું એટલું જ કહી શકું છું. વધુ જાણવા માટે તમારે શો જોવો પડશે."નાગીનની આગામી સિઝન મહામારીની વાર્તા પર આધારિત હશે. જ્યારે તેજસ્વી પ્રકાશ બિગ બોસના ઘરમાં હતી ત્યારે શોનું પહેલું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું અને તેના કાસ્ટિંગ વિશે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. તેજસ્વીની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે, તેથી તે શોની લોકપ્રિયતાને કેવી રીતે પ્રભાવિત કરે છે તે જોવું રસપ્રદ રહેશે.

 

Varanasi Movie Cast Fees: વારાણસી’ માટે પ્રિયંકા ચોપરા એ વસુલ કરી અધધ આટલી ફી, જાણો મહેશ બાબુએ શું કરી ડીલ
Prem Chopra: ધર્મેન્દ્ર બાદ હવે પ્રેમ ચોપરા પણ થયા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, જાણો હવે કેવી છે તેમની તબિયત
Dharmendra 90th Birthday: ધર્મેન્દ્ર નો 90 મોં જન્મદિવસ હશે ખાસ, અભિનેતા ના આ દિવસ ને યાદગાર બનાવવા પરિવાર કરી રહ્યો છે આવી ખાસ તૈયારી
Sholay Re-Release: ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે…’આટલી સ્ક્રીન પર રિલીઝ થશે ‘શોલે’, જાણો ક્યારે અને ક્યાં જોશો!
Exit mobile version