Site icon

TRPની રેસમાં નંબર 1 પર બનેલા શો ‘અનુપમા’ માં આવવાનો છે મોટો ટ્વીસ્ટ, વનરાજને મળશે આ સરપ્રાઈઝ; જાણો વિગત

News Continuous Bureau | Mumbai

ટીવી શો ‘અનુપમા’ શરૂઆતથી જ દર્શકોનો પ્રિય શો રહ્યો છે. લાંબા સમયથી આ શો ટીઆરપી લિસ્ટમાં નંબર વન પર છે. હોળીના અવસર પર ભાંગ ના નશામાં ધૂત અનુજે અનુપમાને બધાની સામે લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. આ સાંભળી ને બા અને વનરાજ ચોંકી જાય છે.જો કે અનુપમાએ પણ અનુજ સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. હવે ચાહકો પણ બંનેના લગ્નની રાહ જોઈ રહ્યા છે. હવે આ શોમાં એક મોટો ટ્વિસ્ટ આવવાનો છે. વાસ્તવ માં, વનરાજને અનુજ અને અનુપમાના લગ્નનું પહેલું કાર્ડ મળવા જઈ રહ્યું છે.

Join Our WhatsApp Community

અનુપમાના લેટેસ્ટ  એપિસોડમાં અનુપમાએ ડાન્સ સ્ટેજ પરથી અનુજ સાથેના લગ્નની જાહેરાત કરી છે. આ સાંભળીને કાવ્યા, વનરાજ અને બા ખૂબ ગુસ્સે થઈ ગયા અને ત્યાંથી ચાલ્યા ગયા. પરંતુ કિંજલ, સમર અને દેવિકા આનાથી ખૂબ જ ખુશ છે. શોના આગામી એપિસોડમાં બંનેના લગ્નની તૈયારીઓ શરૂ થવાની છે અને વાર્તામાં નવો વળાંક આવવાનો છે.અહેવાલો અનુસાર, અનુપમાના પહેલા પતિ વનરાજને શોના આગામી એપિસોડમાં લગ્નની તૈયારીઓ દરમિયાન પહેલું કાર્ડ મળવા જઈ રહ્યું છે. આવનારા એપિસોડ્સમાં તમે જોશો કે બા તેમના લગ્ન વિશે સાંભળીને ખૂબ ગુસ્સે થઈ જાય છે અને અનુપમાને શાહ પરિવારમાંથી કાઢી મૂકે છે. આગામી દિવસોમાં અનુપમા અને અનુજ ફરી એકવાર સાથે રહેતા જોવા મળી શકે છે.

આ સમાચાર પણ વાંચો : સદી ના મહાનાયક અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર કરી તેના ઉત્તરાધિકારી ની જાહેરાત, પોસ્ટ થઇ વાયરલ; જાણો વિગત

શોનો મહાસંગમ એપિસોડ રવિવારે પ્રસારિત થશે. જેમાં 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' અને 'અનુપમા'ના બંને એપિસોડ એકસાથે બતાવવામાં આવશે. અક્ષરા અને અભિમન્યુ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં સગાઈ કરવા જઈ રહ્યા છે. તેથી જ હવે નિર્માતાઓએ બંને શોના મહાસંગમની યોજના બનાવી છે. એટલે કે, એવું પણ બને કે અક્ષરા અને અભિમન્યુની સગાઈ દરમિયાન અનુપમા અને અનુજની પણ સગાઈ થઈ જાય.

 

Alia Bhatt BAFTA: વિદેશી ધરતી પર ગુંજ્યો હિન્દીનો નાદ! આલિયા ભટ્ટે BAFTA સ્ટેજ પર ‘નમસ્કાર’ કહીને જીત્યા લાખોના દિલ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ફિદા
Amitabh Bachchan: અમિતાભ બચ્ચને વર્ષો જૂની ‘જલસા’ની પરંપરા તોડી!આ રવિવારે ચાહકોને નહીં મળે બિગ બી; બ્લોગ પર ભાવુક પોસ્ટ શેર કરી જણાવ્યું કારણ
Dhurandhar Movie Scene: ‘ધુરંધર’ના સેટ પર ભાવુક પળો: અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ એક સીન બાદ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા
Malaika Arora Harsh Mehta: મલાઈકા અરોરાને ફરી મળ્યો પ્રેમ? અર્જુન સાથેના બ્રેકઅપ બાદ હવે કરોડપતિ બિઝનેસમેન સાથે જોડાયું નામ; જાણો કોણ છે હર્ષ મહેતા
Exit mobile version