Site icon

વરુણ ધવન અને જાહ્નવી કપૂર પહેલીવાર એકસાથે મોટા પડદા પર મચાવશે ધમાલ, જાણો તે ફિલ્મ વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 22 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર

બોલિવૂડમાં વરુણ ધવન અને જ્હાન્વી કપૂરે અત્યાર સુધી તેમની અલગ-અલગ ફિલ્મોથી આપણું મનોરંજન કર્યું છે. પરંતુ હવે એવું પહેલીવાર બની રહ્યું છે જ્યારે બંને એક ફિલ્મમાં સાથે જોવા મળશે. આ ફિલ્મનું નામ હજુ નક્કી થયું નથી પરંતુ છિછોરે અને દંગલ જેવી ફિલ્મોના દિગ્દર્શક નિતેશ કુમાર અને પ્રોડ્યુસ સાજિદ નડિયાદવાલા કરશે.

એક ન્યૂઝ એજન્સી ના  અહેવાલ મુજબ, વરુણ વર્ષ 2020થી સાજીદ નડિયાદવાલા સાથે ફિલ્મ ‘સનકી’ માં કામ કરવા જઈ રહ્યો હતો. પરંતુ આ ફિલ્મ બની શકી નહીં. તેથી જ સાજિદે વરુણને આ ફિલ્મ ઓફર કરી હતી. વરુણે ફિલ્મ માટે હા પાડી. ત્યારપછી જ્યારે  લીડ એક્ટ્રેસ માટે આ ઓફર જ્હાન્વી કપૂર પાસે ગઈ તો તેને પણ ફિલ્મની સ્ક્રિપ્ટ ગમી અને તેણે ફિલ્મ માટે હા પાડી. જો કે હજુ સુધી ફિલ્મની વિગતો સામે આવી નથી. પરંતુ આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષની શરૂઆતમાં શરૂ થશે.

ગૂંચવાયેલા સંબંધોની 'ગહેરાઈયાં’ દર્શાવે છે દીપિકાની નવી ફિલ્મ, જાણો ક્યારે અને ક્યાં રિલીઝ થશે

વરુણ ધવનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે શ્રીરામ રાઘવન સાથે અરુણ ખેત્રપાલની બાયોપિક ‘ઈક્કીસ’ માં કામ કરશે. આ સિવાય વરુણ ‘જુગ જુગ જિયો’ અને ‘ભેડિયા’ નામની ફિલ્મોમાં જોવા મળશે. બંને ફિલ્મોનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને તે આવતા વર્ષે રિલીઝ થશે. બીજી તરફ, જ્હાન્વી કપૂર આનંદ એલ રાલની ફિલ્મ ‘ગુડ લક જેરી’ અને મલયાલમ ફિલ્મ હેલનની રિમેકમાં જોવા મળશે.

De De Pyaar De 2 Review: તમે પણ વિકેન્ડ માં દે દે પ્યાર દે ર જોવા નું વિચારી રહ્યા છો તો ટિકિટ બુક કરાવતા પહેલા વાંચી લો ફિલ્મ નો રીવ્યુ
Dharmendra ICU Video Leak: ધર્મેન્દ્રનો ICU વીડિયો વાયરલ કરનાર હોસ્પિટલ સ્ટાફની ધરપકડ, પ્રાઇવસી ભંગ બદલ પોલીસની કાર્યવાહી
Jaya Bachchan: ફરી પાપારાઝી પર ગુસ્સે થઇ જયા બચ્ચન, ફોટો લેવા ને લઈને કહી આવી વાત
Dharmendra Health: ધર્મેન્દ્રની તબિયત નાજુક હોવા છતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કેમ? ડોક્ટરે કર્યો ખુલાસો
Exit mobile version