Site icon

વિકી કૌશલ અને કેટરિના કૈફ કરશે આ ખાસ પ્રોજેક્ટ પર કામ, પહેલીવાર સાથે જોવા મળશે આ જોડી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 18 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શનિવાર

 

વિકી અને કેટરીનાએ ૯ ડિસેમ્બરે સિક્સ સેન્સ ફોર્ટ ખાતે મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે લગ્ન કર્યા હતા. બંને હાલમાં જ મુંબઈ પરત ફર્યા છે. જ્યાં તેમના ચાહકો વિકી અને કેટરિનાની કેમેસ્ટ્રી જોઈને ખુશ હતા, ત્યારે કેટલાક ચાહકોએ નિરાશા વ્યક્ત કરી હતી કે આટલી સારી કેમેસ્ટ્રી હોવા છતાં બંનેએ હજુ સુધી એકબીજા સાથે કામ કર્યું નથી. આ રોયલ વેડિંગથી જ ચાહકો ઈચ્છતા હતા કે બંને કોઈ પ્રોજેક્ટ પર સાથે કામ કરે.

એક અહેવાલ મુજબ, વિકી અને કેટરીનાએ સાથે મળીને એક નવો પ્રોજેક્ટ સાઈન કર્યો છે. ટુંક સમયમાં બન્ને એકબીજા સાથે કામ કરતા જાેવા મળશે. નવદંપતી ટૂંક સમયમાં એક કોમર્શિયલમાં સાથે જાેવા મળશે. ઈન્ડસ્ટ્રીના એક સૂત્રના જણાવ્યા અનુસાર, વિકી અને કેટરિના એક હેલ્થ પ્રોડક્ટમાં સાથે જાેવા મળશે અને ટૂંક સમયમાં તેનું શૂટિંગ શરૂ કરશે. સૂત્રે વધુમાં ઉમેર્યું હતું કે વિકી અને કેટરીનાએ અન્ય લક્ઝરી બ્રાન્ડ માટે પણ સાઈન કર્યા છે. આ પહેલીવાર નથી જ્યારે કોઈ સેલિબ્રિટી કપલ લગ્ન પછી એક કોમર્શિયલમાં સાથે જાેવા મળ્યું હોય. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પણ લગ્ન કર્યા પછી ઘણી જાહેરાતોમાં સાથે જાેવા મળ્યા છે અને આ જાેડી ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ જેમણે હજી લગ્ન કર્યા નથી તેઓ પણ સાથે જાહેરાતો કરી રહ્યા છે. હવે બધાની નજર કેટરીના અને વિકીની જાહેરાત પર છે. જાહેરાતોમાં કામ કર્યા બાદ ચાહકોને આશા હશે કે બંને જલ્દી એક ફિલ્મમાં સાથે જાેવા મળશે.

લગ્ન પછી કેટરિના કૈફની પહેલી રસોઈ, વિકી કૌશલ અને સાસરિયાઓ માટે બનાવી આ ખાસ વાનગી; જાણો વિગત

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કેટરીના સલમાન ખાનની સામે ‘ટાઈગર ૩’માં જાેવા મળશે. તે જ સમયે, વિકી કૌશલ ‘ધ ઈમોર્ટલ અશ્વત્થામા’માં જાેવા મળશે. આ સિવાય અભિનેતા ‘ગોવિંદા નામ મેરા’માં પણ જાેવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે કિયારા અડવાણી અને ભૂમિ પેડનેકર જાેવા મળશે.

Hema Malini Tweet: ધર્મેન્દ્રના નિધનના ફેક ન્યૂઝ પર ભડક્યા હેમા માલિની, સોશિયલ મીડિયા પર આપી આવી માહિતી
Dharmendra Net Worth: સંઘર્ષથી કરોડો સુધી,ધર્મેન્દ્રએ ૫૧ થી શરૂ કરેલી સફર, આજે છે અધધ આટલા કરોડ ની સંપત્તિ ના માલિક
Dharmendra: ધર્મેન્દ્ર ના ૬ દાયકાના કરિયરનો દબદબો, ‘શોલે’ના ‘વીરુ’ પાત્રથી કેવી રીતે બન્યા બોલીવુડના ‘હી-મેન’!
Prem Chopra Hospitalized: બોલિવૂડ ના દિગ્ગ્જ અભિનેતા પ્રેમ ચોપડા હોસ્પિટલમાં દાખલ, જમાઈ એ આપ્યું તેમનું હેલ્થ અપડેટ
Exit mobile version