ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 3 ડિસેમ્બર 2021
શુક્રવાર.
'મિર્ઝાપુર' વેબસિરિઝમાં કામ કરનારા અભિનેતા બ્રહ્મ મિશ્રાનો મૃતદેહ ગુરુવારે વર્સોવાના ફ્લેટના બાથરૂમમાંથી મળી આવ્યો છે.
બાથરૂમમાં જ હાર્ટએટેકથી અભિનેતાનું મોત થયું હોવાની શંકા છે.
પોલીસે મૃતદેહ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી, આ મામલે પોલીસે એક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધી વધુ તપાસ આદરી છે.
પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો. આ બનાવની ભોપાળમાં રહેતા મૃતકના ભાઇ સંદીપ મિશ્રાને માહિતી આપવામાં આવી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે અભિનેતા ત્રણ દિવસ પૂર્વે છાતીમાં દુખાવો થતા ડોક્ટર પાસેથી દવા લઇને આવ્યો હોવાનું કહેવાય છે. કદાચ ઘરે કદાચ તેની તબિયત વધુ લથડી ગઈ હોવાની ચર્ચા થઇ રહી છે.
અરે વાહ, મધ્ય રેલેની પેસેન્જર મોબાઇલ એપમાં ટ્રેનોનું રિયલ- ટાઇમ ટ્રેકિંગ આ મહિનાથી ઉપલબ્ધ થશે
