Site icon

કરીના કપૂરને બોલ્ડ અને ગ્લૅમરસ રોલમાં જોવા માગે છે સાસુ શર્મિલા ટાગોર, આ ગીત છે તેમનું ફેવરેટ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 27 જુલાઈ, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

 

બૉલિવૂડ ઍક્ટ્રેસ કરિના કપૂર ખાન તેના રોલ સાથે એક્સપરિમેન્ટ કરતી રહે છે. કરિનાએ એક વખત કહ્યું હતું કે તેની સાસુ ઍક્ટ્રેસ શર્મિલા ટાગોર તેને ગ્લૅમરસ ભૂમિકાઓમાં જોવાનું પસંદ કરે છે. શર્મિલા ટાગોરને દબંગ ફિલ્મના ગીત ફેવિકૉલમાં કરીના ખૂબ પસંદ આવી હતી. કરીના એ સૉન્ગમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

2015માં PTI સાથેના ઇન્ટરવ્યૂમાં કરીનાએ કહ્યું હતું કે શર્મિલા ટાગોર મને ગ્લૅમરસ રોલમાં પસંદ કરે છે. તેમને હું ફેવિકૉલ ગીતમાં પસંદ આવી હતી. તેમને સૉન્ગ અને ડાન્સ પસંદ આવ્યાં હતાં એથી તેઓ હંમેશાં મને કહે છે તારે હંમેશાં ગ્લૅમરસ દેખાવું જોઈએ. મને લાગે છે કે આ એક વખાણ જ છે.

વધુમાં, સાસુ વહુ એકબીજાને ખૂબ પસંદ કરે છે. કરીના પોતાની સાસુ શર્મિલા ટાગોરને ઇન્સ્પિરેશન માને છે. કરીના કહે છે કે તેઓ મારી પ્રેરણા છે કેમ કે તેમણે લગ્ન બાદ તથા છોકરાઓ હોવા છતાં પોતાનું કામ ચાલુ રાખ્યું તેમણે સૌથી મોટા સુપરસ્ટાર અને ફિલ્મનિર્માતાઓ સાથે કામ કર્યું છે. તેમણે હંમેશાં કરિયર અને પરિવારને એક સરખો ન્યાય આપ્યો છે. એથી તેઓ હંમેશાં મારી પ્રેરણા રહેશે.

પોર્ન ફિલ્મ કેસમાં સંડોવાયેલા રાજ કુન્દ્રાને મળ્યો કોર્ટ તરફથી ઝટકો, હજુ આટલા દિવસ રહેવું પડશે જ્યુડિશિયલ કસ્ટડીમાં.. જાણો વિગતે

કરીના કપૂરે આ વર્ષની શરૂઆતમાં તેના બીજા દીકરા જેહને જન્મ આપ્યો. કરીના આમિર ખાન સાથેની ફિલ્મ લાલ સિંહ ચડ્ડામાં નજર આવશે.

Abhinav Kashyap: ‘દબંગ’ના ડિરેક્ટર અભિનવ કશ્યપે સલમાન અને ખાન પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ, તેમનું નિવેદન થયું વાયરલ
Asha Bhosle birthday special: દિગ્ગ્જ ગાયિકા ની સાથે સાથે સફળ બિઝનેસ વુમન પણ છે આશા ભોંસલે, જાણો તેમના જન્મદિવસ પર તેમના વિશે અજાણી વાતો
Kartik Aaryan and Sreeleela: કાર્તિક આર્યન અને શ્રીલીલા ના ડેટિંગ ના સમાચારે પકડ્યું જોર, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ તસવીરો
Amitabh Bachchan: મુંબઈમાં વર્ષો સુધી રહેવા છતાં મરાઠી ન આવડવા અંગે અમિતાભ બચ્ચનને પૂછવામાં આવ્યો સવાલ, સોશિયલ મીડિયા પર બિગ બી એ આપ્યો આવો આપ્યો જવાબ
Exit mobile version