ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૨ જૂન ૨૦૨૧
શનિવાર
ડિરેક્ટર અલૌકિક દેસાઈએ પોતાની ફિલ્મ સીતા માટે લીડ ઍક્ટ્રેસ માટે કરીના કપૂરને સંપર્ક કર્યો છે, એવી માહિતી હાલ સોશિયલ મીડિયામાં ફરતી થઈ છે. કરીનાએ આ પાત્ર માટે ૧૨ કરોડની ડિમાન્ડ કરી છે, પરંતુ આ વિશે હજી કોઈ સત્તાવાર સમાચાર મળ્યા નથી. છતાં સોશિયલ મીડિયામાં આ વાત સાંભળતાં લોકો ભડકી ઊઠ્યા છે અને બેબોને ટ્રૉલ કરી રહ્યા છે.
ઘણા લોકોનું માનવું છે કેજો કરીના માતા સીતાનો રોલ કરે તો હિંદુ ધર્મ અને માતા સીતાનું અપમાન થશે. હવે સોશિયલ મીડિયા પર #BoycottKareenaKhanટ્રેન્ડ થઈ રહ્યું છે. યુઝર્સ કરીનાના બોલ્ડ ફોટો પોસ્ટ કરી પૂછી રહ્યા છે કે તે માતા સીતાનો રોલ કેવી રીતે કરી શકે? એક ટ્વિટર યુઝરે કહ્યું હતું કે અમારી ભાવના સાથે ના રમો. કરીનાને બૉયકૉટ કરો.
કોંગ્રેસના એક નેતા નો બબાલ. વૃદ્ધોને કોરોના થી મરવા દો પણ બાળકોને બચાવો
ઉપરાંત બીજા એક યુઝરે લખ્યું હતું કે તે તૈમૂર ખાનની અમ્મી છે. આથી તે માતા સીતાનો રોલ ના કરી શકે. અન્ય યુઝરે લખ્યું, અમે માતા સીતાના રોલ માટે માત્ર હિંદુ ઍક્ટ્રેસ ઇચ્છીએ છીએ. માતા સીતાના રોલ માટે અમને કરીના સ્વીકાર્ય નથી. જોકેહવે આ હોબાળા બાદ બેબોને આ રોલ મળશે કે કેમ એના ઉપર હવે મોટો પ્રશ્ન છે. ઉપલબ્ધ માહિતી મુજબ અલૌકિક દેસાઈએ રાવણના રોલ માટે રણવીર સિંહનો સંપર્ક કર્યો છે. રણવીરને સ્ટોરી ગમી છે, પણ તેણે હજુ ઑફર સ્વીકારી નથી.