Site icon

વડોદરાની મહિલા રણવીર સિંહના શોમાં ઝળકી: રણવીરે તેને ભેટ આપી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

મંગળવાર.

સામાન્ય રીતે સપના સાકાર કરવા માટે, ફક્ત એક તકની જરૂર હોય છે. પરંતુ વડોદરાની આશિયાના ‘ધ બિગ પિક્ચર’ દ્વારા તેમને મળેલી તકનો તે લાભ લઈ શકી નહીં. રવિવારના એપિસોડમાં, ‘ધ બિગ પિક્ચર’ના ડેશિંગ હોસ્ટ રણવીર સિંહે વડોદરાના ફૂડ કાર્ટના માલિક આશિયાનાનું સ્વાગત કર્યું હતુ.  સાથે આશિયાનાએ રણવીરને વચન આપ્યું કે તે તેની રેસ્ટોરન્ટમાં તેના નામ પર એક ખાસ વાનગીનું નામ રાખશે. આ ક્વિઝ રમવા માટે આશિયાના સ્ટેજ પર આવ્યા બાદ રણવીરે તેને પોતાના જીવનમાં ‘ધ બિગ પિક્ચર’ની વ્યાખ્યા જણાવવા કહ્યુ. જેમાં આશિયાનાએ જણાવ્યુ કે તે શોમાં જીતેલા પૈસાથી પોતાની રેસ્ટોરન્ટ ખોલવા માંગે છે.રવિવારના એપિસોડમાં, એક હૃદયસ્પર્શી ક્ષણ હતી જ્યારે રણવીરે આશિયાનાને સુંદર સલવાર-સૂટ ભેટમાં આપ્યા હતા. આશિયાના ખૂબ જ ખુશ જાેવા મળી હતી અને તેણે આ ગિફ્ટ માટે રણવીરનો આભાર માન્યો અને કહ્યું કે તે હંમેશા તેને સંભાળીને રાખશે. આશિયાના આ શોની પહેલી એવી સ્પર્ધક હતી જેણે કોઈ પણ રકમ જીત્યા વિના શો છોડવો પડ્યો હતો.આશિયાનએ ભલે કોઈ રકમ ન જીતી,પરંતુ લોકોના દિલ જીતી લીધા.આ બાદ સુપરસ્ટાર હોસ્ટ રણવીરે તેને તેની રેસ્ટોરન્ટની એક વાનગીનું નામ પોતાના નામ પરથી રાખવા કહ્યું હતુ. જેના જવાબમાં આશિયાનાએ કહ્યું કે, તે ભાતમાંથી બનેલી વાનગીનું નામ તેના નામ પર રાખશે અને તેનું નામ હશે- ‘સ્પેશિયલ સ્પાઈસી રણવીર પુલાવ’. આશિયાના પ્રશ્નોના જવાબ ખૂબ જ સારી રીતે આપી રહી હતી પરંતુ લાઈફલાઈનનો ઉપયોગ ન કરવો તેના માટે મોંઘો સાબિત થયો.
 

યામી ગૌતમ પોતાનો જન્મદિવસ પતિ સાથે સેલિબ્રેટ કર્યો  

O’Romeo Legal Trouble: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ ફસાઈ કાયદાકીય ગૂંચમાં! હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફટકારી નોટિસ, જાણો સમગ્ર મામલો
K3G Trivia: ‘બોલે ચૂડિયા’ ગીત માટે કરન જોહરે કેમ બજેટની મર્યાદાઓ તોડી નાખી? જાણો આ આઇકોનિક ગીત પાછળ થયેલા કરોડોના ખર્ચની કહાની
Samantha Ruth Prabhu on Haq: યામી ગૌતમની ફિલ્મ ‘હક’ જોઈને સામંથા રુથ પ્રભુ થઈ આફરીન: સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કર્યા મન ભરીને વખાણ
Toxic Scene Controversy: ‘ટોક્સિક’ વિવાદમાં ફસાયા રોકી ભાઈ: યશનો જૂનો વીડિયો વાયરલ થતા લોકોએ કહ્યું- “પૈસા માટે બદલાઈ ગયા”, જાણો શું છે સમગ્ર મામલો.
Exit mobile version