Site icon

બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ અમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઇ KGF 2; જાણો ફિલ્મ ને જોવા કેટલા પૈસા ખર્ચવા પડશે અને આખી પ્રક્રિયા શું છે

News Continuous Bureau | Mumbai

બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા પછી, યશ સ્ટારર 'KGF ચેપ્ટર 2' (KGF-2)હવે OTT પ્લેટફોર્મ અમેઝોન પ્રાઈમ  (Amazon Prime Video) પર આવી ગયું છે. તમે તેને ઘરે બેઠા જોઈ શકો છો, પરંતુ તેમાં પણ એક ટ્વિસ્ટ છે. 'KGF 2' જોવા માટે માત્ર અમેઝોન પ્રાઈમ (Amazon Prime)નું સબ્સ્ક્રિપ્શન પૂરતું નથી. આ માટે તમારે વધારાના પૈસા ચૂકવવા પડશે. પ્રાઇમ વિડિયોના પ્રારંભિક એક્સેસ રેન્ટલ મોડલ હેઠળ દર્શકો તેને 16 મેથી જોઈ શકશે. આ સુવિધા એવા દર્શકો માટે પણ ઉપલબ્ધ છે જેમની પાસે સબ્સ્ક્રિપ્શન (subscription) નથી.

Join Our WhatsApp Community

આ સુવિધા પ્રાઇમ વિડિયો (Amazon prime video)પર તાજેતરમાં લૉન્ચ થયેલી મૂવી રેન્ટલ (rental movie) પર ઉપલબ્ધ છે. દર્શકો 16 મેથી સભ્યપદ વિના 'KGF ચેપ્ટર 2' રૂ. 199 માં ભાડે લઇ શકે છે. આ માટે, તેણે પ્રાઇમ વિડિયોમાં લોગ (prime video login)ઇન કરવું પડશે અને રકમ ચૂકવવી પડશે અને પછી તે 30 દિવસ માટે ફિલ્મ ભાડે લઇ શકશે. આવી સ્થિતિમાં, જેની પાસે સબસ્ક્રિપ્શન છે અથવા નથી, તે બંને 199 રૂપિયા ચૂકવીને તેમના પરિવાર સાથે ઘરે બેસીને ફિલ્મ જોઈ શકે છે. પરંતુ એકવાર તમે ફિલ્મ જોવાનું શરૂ કરો પછી તમારે તેને 48 કલાકમાં સંપૂર્ણ રીતે જોવી પડશે.

ફિલ્મ જોવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો

આ સમાચાર પણ વાંચો :અબુધાબીમાં આયોજિત થનારો બોલિવૂડનો પ્રતિષ્ઠિત IIFA એવોર્ડ સમારોહ મોકૂફ, નવી તારીખ આવી સામે , જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય

આ ફિલ્મ પાંચ ભાષાઓ અને HDમાં ભાડા (rental movie) પર ઉપલબ્ધ છે. દર્શકો તેને હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં જોઈ શકશે. KGF ચેપ્ટર 2 ઉપરાંત, દર્શકો ભારતીય અને વિશ્વભરની લોકપ્રિય મૂવીઝ પણ ભાડે લઇ શકે છે. પ્રશાંત નીલ (Prashant neel) દ્વારા નિર્દેશિત, 'KGF 2' 14 એપ્રિલે રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં યશ, શ્રીનિધિ શેટ્ટી, સંજય દત્ત, રવિના ટંડન, પ્રકાશ રાજ, રાવ રમેશ, ઇશ્વરી રાવ, અચ્યુત કુમાર સહિતના કલાકારો છે.

 

Krrish 4: ક્રિશ 4 ને લઈને રાકેશ રોશને કર્યો ખુલાસો, જાણો ક્યારે રિલીઝ થશે રિતિક રોશન ની ફિલ્મ
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી સાસ ભી કભી બહુ થી માં વધશે પરી ની મુશ્કેલી, શો માં થવા જઈ રહી છે નવી એન્ટ્રી
Rupali Ganguly: ‘અનુપમા’ ની રૂપાલી ગાંગુલી પર ‘ટોક્સિક’ હોવાનો આરોપ! પ્રોડ્યુસર રાજન શાહીએ જણાવી હકીકત
‘The Bads of Bollywood’ Trailer: ધ બેડસ ઓફ બોલિવૂડ નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, આર્યન ખાન ની ડિરેક્ટોરિયલ ડેબ્યુ સિરીઝ માં જોવા મળી બોલીવૂડના ચમકતા ચહેરાઓની ઝલક
Exit mobile version