Site icon

સલમાન ખાન અને શાહરૂખ ખાન પર બાબા રામદેવે કર્યા આકરા પ્રહાર-બોલિવૂડ સ્ટાર્સ પર લગાવ્યો આ  આરોપ 

News Continuous Bureau | Mumbai

છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડમાં કથિત ડ્રગ રેકેટના(drug racket) અહેવાલો સામે આવતા રહે છે, જેમાં ઘણા સ્ટાર્સના નામ સામે આવ્યા છે. હવે યોગગુરૂ બાબા રામદેવે (Baba Ramdev)ડ્રગ્સના કેસમાં ઘણા કલાકારો પર નિશાન સાધ્યું છે અને તેમણે કહ્યું કે સલમાન ખાન સહિત ઘણી અભિનેત્રીઓ ડ્રગ્સ લે છે.

Join Our WhatsApp Community

વાત એમ છે કે,બાબા રામદેવ ગતરોજ યુપીના મુરાદાબાદમાં(Moradabad) આર્યવીર અને વીરાંગના સંમેલનમાં ભાગ લેવા આવ્યા હતા, જ્યાં તેમણે નશા મુક્ત ભારત કાર્યક્રમ પર બોલતા કહ્યું- શાહરૂખ ખાનનું બાળક ડ્રગ્સ લેતી વખતે પકડાઈ ગયું અને જેલમાં રહ્યું. સલમાન ખાન ડ્રગ્સ(Salman Khan drug) લે છે, આમિર વિશે ખબર નથી અને કેટલા મોટા લોકો છે, જેને બોલિવૂડ સ્ટાર્સ કહે છે. અભિનેત્રીનો તો ભગવાન જ મલિક છે.આગળ બોલતા તેમણે કહ્યું, 'ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં(film industry) ચારે બાજુ ડ્રગ્સ છે, રાજકારણમાં પણ ડ્રગ્સ છે. ચૂંટણી દરમિયાન દારૂનું વિતરણ કરવામાં આવે છે. આપણે એવો સંકલ્પ લેવો જોઈએ કે ભારતને દરેક નશાના વ્યસનથી મુક્ત કરવું છે. આ માટે અમે આંદોલન ચલાવીશું. તે જ સમયે, બાબા રામદેવે આ સમયગાળા દરમિયાન દેશના અન્ય ઘણા મુદ્દાઓ પર તેમના વિચારો શેર કર્યા હતા.

આ સમાચાર પણ વાંચો : એકતા કપૂરના ભાઈ તુષાર કપૂરે વર્ષો પછી કર્યો ચોંકાવનારો ખુલાસો- કરીના કપૂર વિશે કહી આટલી મોટી વાત

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે બાબા રામદેવે બોલિવૂડ ઈન્ડસ્ટ્રી અથવા ત્રણેય ખાન સ્ટાર્સ પર નિશાન સાધ્યું હોય. આ પહેલા પણ તે આ લોકો વિરુદ્ધ બોલતા જોવામળ્યા છે. બોલિવૂડનું ડ્રગ્સ(Bollywood drug connection) સાથે કનેક્શન હોવાની ઘણી વાતો સામે આવી છે. એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ ડ્રગ કનેક્શનની ચર્ચા શરૂ થઈ હતી. ત્યારથી બોલીવુડ અને તેના સ્ટાર્સ NCBના નિશાના પર ચાલી રહ્યા છે.

 

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version